સુરત જિલ્લાના સાત તાલુકામાં પુર-સંરક્ષણ કામગીરી શરૂ
Contact News Publisher
((નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લામાં ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી અને માંગરોળ એમ કુલ સાત તાલુકામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે નદી, ખાડી, કોતરમાં આવતાં પૂરના કારણે કિનારે આવેલી જમીનનું ધોવાણ થતું હોય છે. આ ધોવાણને અટકાવવા વર્ષ ૨૦૧૯-૨૦માં અંદાજે રૂ.૧૯૬.૭૯ લાખના ખર્ચે કુલ ૧૫ પૂર સંરક્ષણ યોજનાની કામગીરી થઈ હોવાનું સિંચાઇ વિભાગ, સુરત જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.