કોડીનાર ખાતે માસૂમ બાળા ઉપર થયેલા બળાત્કારના માંગરોળ તાલુકામાં પડેલા ઘેરા પ્રત્યઘાત : અન્ય એજન્સીઓ પાસે તટસ્થ તપાસની માંગ સાથે માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે,મુસ્લિમ ફકીર સમાજની માસૂમ બાળા સાથે, કોગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડી, તાજેતરમાં ભાજપમાં પ્રવેશ કરનાર ધારાસભ્ય પ્રવિણભાઇ ઝાલાએ અમાનવીય કૃત્ય આચરી માસૂમ બાળાને બેરહમથી પીખી નાંખી બળાત્કાર ગુજાર્યો છે. સાથે જ આ બનાવમાં અન્ય લોકોએ પણ મદદગારી કરેલી છે. આ અંગે કોડીનાર પોલીસ મથક ખાતે FIR દાખલ કરવામાં આવેલી છે.ઉપરોક્ત વિગતો સહિત રાષ્ટ્રીય શાહ સમાજ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સુરત જિલ્લાના પ્રમુખ સલીમ મોહમદ શાહના નેતૃત્વમાં આજે તારીખ ૨૩ મી ઓક્ટોબરનાં માંગરોળના નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરીને એક આવેદનપત્ર આપી આ બનાવની તપાસ SIT, CBI કે CID જેવી એજન્સી પાસે કરાવવા આવેદ નપત્રમાં માંગ કરી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે આ બનાવમાં અન્ય રાજકીય આગેવાનોની પૂરેપૂરી સંડોવણી હોવાની શકા છે. સાથે જ આ બનાવને ભીનું સકેલી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભોગ બનનાર બાળા તથા એની દાદીમાં કે જે ફરિયાદી છે. તેમને કોડીનાર તાલુકાના અમુક સરપંચો અને કેટલાક RTI એજટીવીશો ડરાવે છે. અને નાણાકીય લાંચ આપવા કહે છે. આ બંને મુસ્લિમ સમાજમાં અતિપછાત જાતિનાં હોય, એમને રક્ષણ આપવા માંગ કરવામાં આવી છે. આ બનાવમાં સંડોવાયેલા મોટી રાજ કીય વગ ધરાવતા અને પેસા પાત્ર હોય, ભોગ બનનારને પૂરતો ન્યાય ન મળે અને સ્થાનિક પોલીસ તટસ્થ તપાસ ન કરે, એ માનવાને પુરતા કારણો છે.FIR માં જેમનાં નામો છે એમાંથી એક પણ તહોમતદાર ને પકડવામાં આવ્યા નથી. તહોમતદારો તથા એને મદદ કરનારાઓ કોડીનારમાં ફરી રહયા છે. જેથી આ બનાવની SIT, CBI કે CID જેવી એજન્સી પાસે તપાસ કરાવવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે સલીમ શાહ (મામુ), ફિરોઝ શાહ(બિલ્ડર), હશન શાહ, અમરત પરમાર, ઈરફાન મકરાણી, મોહમદ પટેલ (જે.પી.) હાજર રહ્યા હતા.