કોસંબા થી ઝંખવાવ જતાં રાજ્યધોરી માર્ગ પર GIPCL ના યાર્ડમાં જતાં માર્ગથી ૫૦૦ મીટરદૂર ગાડી ચલાવનાર યુવતીએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં માર્ગની બાજુમાં પલ્ટી ખાધી : યુવતીને સારવાર માટે શિફા હોસ્પિટલ ખાતે લઇ જવાય
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોસંબા થી ઝંખવાવ જતાં રાજ્યધોરી માર્ગ ઉપર મોસાલી ચારરસ્તા થી એક કિલોમીટર અને આ માર્ગ પર આવેલ GIPCL ના લિગ્નાઇટ યાર્ડમાં જતાં માર્ગથી ૫૦૦ મીટર દૂર, કોસંબા થી મોસાલી ચારરસ્તા તરફ આવી રહેલી ગાડી નંબર જીજે-૧૯-એએ-૯૨૩૦ ની ચાલક યુવતી નામે રાનું સાજીદ પઠાણ, ઉંમર આશરે વીસ વર્ષ, રહેવાસી બાવાગોરનો ટેકરો, માંડવી, જિલ્લો સુરતની એ ગાડીના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ગાડીએ બે ત્રણ પલ્ટી ખાઈ માર્ગની બાજુમાં ગાડી પલ્ટી ખાઈને પડી હતી. આ બનાવ આજે તારીખ ૨૨ મી ઓક્ટોબરનાં રાત્રીનાં સમયે બન્યો હતો. આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ એ આ યુવતીને ગાડીમાંથી બહાર કાઢી, ખાનગી વાહનમાં માંગરોળ, સરકારી રેફરેલ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરી હતી. ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી હતી.આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરતા પોલીસ ઘટનાં સ્થળે પોહચી હતી. પરંતુ યુવતીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે.એવી માહિતી સ્થળ ઉપરથી મળતાં પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પોહચી હતી. ત્યાંથી યુવતી પાસે પ્રાથમિક માહિતી મેળવી, આ યુવતી માંડવીની હોય એનાં પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પરિવારજનો યુવતીને નજીકની તડકેશ્વર ખાતે આવેલી શિફા હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. જો કે ગાડીને વધુ નુકશાન થવા પામ્યું છે.