તાપી જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કેરોસીનના ભાવ નિયત કરાયા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :  રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા તા.૧૭/૧૦/ર૦૨૦થી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના (P.D.S.) કેરોસીન બાબતે, વિવિધ સપ્લાય પોઇન્ટના Ex-Mi Rates માં થયેલ ફેરફાર મુજબ, હજીરા પોઇન્ટથી કેરોસીન ડેપો બેઠાનો નવો ભાવ, રૂ.૨૦૦૧૦.૦૮ જાહેર કરેલ છે. જેથી કેરોસીન ડેપો બેઠાના ભાવ, તથા છુટ કેરોસીન વિતરણના ભાવ ફરીથી નિયત કરવાના થાય છે.
જે મુજબ તાપી કલેક્ટર દ્વારા એક જાહેરનામુ જારી કરીને ધી કેરોસીન રીસ્ટ્રીકશન ઓન ન્યુઝ એન્ડ ડીકસેશન ઓફ સેલીંગ પ્રાઇસ ઓર્ડર-૧૯૯૩ની કલમ-ર(ક)(૧) હેઠળ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ માટેના ઘર વપરાશના હેતુ માટેના, રાહતદરના ભુરા કેરોસીનના ભાવો નિયત કરાયા છે. જે મુજબ જિલ્લાના વાલોડ, ડોલવણ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, અને કુકરમુંડા તાલુકાઓ માટે ડીલરના ડેપો બેઠાના ભાવ ૧ લીટરના રૂ.૨ર.૮૮ તથા છુટક વિતરણનો ભાવ ૧ લીટરના રૂ.૨૪.૨૯નિયત કરવામાં આવ્યા છે. આ નવા ભાવો તા.૧૭/૧૦/ર૦૨૦થી અમલમાં હોઇ આ અગાઉ નક્કી થયેલા ભાવો અંગે જે કોઇ કેસો બન્યા હશે તેને આ જાહેરનામાથી કોઇ અસર નહીં થાય. નવા નક્કી થયેલા ભાવો કરતા વધુ ભાવ લેવામાં આવશે તો તે કસુરવાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other