વિજયના વિશ્વાસ સાથે ૧૭૩ ડાંગ વિધાનસભા પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાની પેટા ચૂંટણી માટે ભાજપ પક્ષ તરફતથી વિજયભાઈ પટેલની જાહેરાત બાદ વિજયભાઈ પટેલે જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત ઓફિસમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને પાર્ટી પ્રમુખ બાબુરાવ ચોર્યા ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાની ૧૭૩ ડાંગ વિધાનસભા બેઠક માટે ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ પક્ષે વિજયભાઈ પટેલના નામની જાહેરાત કરી છે. જે બાદ કેબિનેટ મંત્રી ગણપત વસાવા, રમણલાલ પાટકર, સાંસદ પ્રભુ વસાવા, આર.સી.પટેલ, ઈશ્વરભાઈ પરમાર, તથા ભાજપ કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌ ભાજપી કાર્યકરોએ ભાજપ પક્ષને જીતાડવા માટે સંકલ્પ લીધો હતો. સાથે જ ભાજપ પક્ષ તરફથી દાવેદારી કરનાર વિજયભાઈ પટેલે સૌ કાર્યકરોને દંડવત પ્રમાણ કર્યા બાદ પ્રાંત ઓફિસમાં પોતાની દાવેદારી નોંધાવી હતી. જ્યારે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકારે તેમના ઉપર વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે ત્યારે તેઓ જંગી બહુમતી સાથે ભાજપ પક્ષને જીત અપાવશે. કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ૨૦૦૭ ની ચૂંટણીમાં વિજયભાઈએ પહેલી વખત ડાંગ માં ભાજપને જીત અપાવી હતી અને આ વખતની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષને જંગી બહુમતી થી વિજય પ્રાપ્ત થવાનો છે.આ કાર્યક્રમ માં ચૂંટણી ઇન્ચાર્જ પુર્ણેશ ભાઈ મોદી,બાબુરાવભાઈ ચૌર્યા,સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા, કરસનભાઇ પટેલ, રાજેશભાઈ ગામીત,માજી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ,દિલીપ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, રમેશભાઈ ચૌધરી,સહિત મંડળ પ્રમુખો,મહામંત્રીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.