તાપી કલાનિકેતન જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા નગરમાં COVID 19 જનજાગૃતિ અભિયાન
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત સમગ્ર તાપી જીલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહામારી કોવિડ અંગે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 1 ઓક્ટોબર થી 15 નવેંબર સુધી તાપી જીલ્લાના સાત તાલુકા તેમજ બે નગર પાલિકા વિસ્તારોમાં કોવિડ 19 જનજાગૃતિનાં પ્રદર્શનો યોજવામાં આવશે. આ એક્ઝિબિશન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી કેતનભાઇ શાહનાં હસ્તે અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વ્યારા નગરના નગરજનો, સીનીયર સીટીઝનો, ડોક્ટરો, ખેડૂતો અને દુકાનદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રદર્શનમા સ્વચ્છતાનાં નિયમો, ઘરે રહી સમયનો સદઉપયોગ, સાવચેતી, કોરોનાથી બચવાની માહિતિ, સુચનો અને તેના ઉપયોગોનુ યોગ્ય માર્ગદર્શન પુરું પાડવામાં આવે છે. સંક્રમણ ન ફેલાય અને દરેક જણ પોતાનાં વ્યવસાય અને કામ ધંધા કરી શકે તેવી સરકારશ્રીની ગાઈડલાઈન અને નિયમો જળવાય તેની માહિતિ પ્રચારિત કરવામાં આવે છે. જેથી લોકોમાં વધુ ને વધુ જાગૃતિ આવે તેથી કોરોના મહામારીથી બચી શકીયે અને સંક્રમણો અટકાવી શકીએ. જે આ પ્રદર્શનનો મૂળભૂત હેતુ છે. આ તબક્કે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મફત માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.