તાપી જિલ્લાની જાહેર જનતા જોગ : તા.૧૨ ઓક્ટોબરથી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે તમામ રૂટીન આરોગ્ય સેવાઓ મળી રહેશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જન ડો.નૈતિક ચૌધરીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ હાલની વૈશ્વિક કોવિદ-૧૯ની મહામારી દરમિયાન વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલની તમામ રૂટીન આરોગ્ય સેવાઓ જનક સ્મારક હોસ્પિટલ ખાતે હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ હતી. જે તા.૧૨/૧૦/૨૦૨૦થી જનરલ હોસ્પિટલ ખાતે ગાયનેક ઓપીડી, ઈમરજન્સી તમામ સેવાઓ, ઓ.ટી. વિભાગ, આઈ.સી.યુ. વિભાગ, ડાયાલીસીસ વિભાગ, મેલ/ફીમેલ સર્જીકલ વોર્ડ, એસ.એન.સી.યુ. વિભાગ તથા ડેન્ટલ વિભાગની સેવાઓ શિફ્ટ કરવામાં આવે છે. જ્યારે જનક સ્મારક હોસ્પિટલ ખાતે પીડીઈયાટ્રીક/ મેડીસીન/સ્કીન/ સર્જરી/ ઓર્થોપેડીક ઓ.પી.ડી. તથા મેલ- ફીમેલ મેડીકલ વોર્ડની સેવાઓની ઓપીડી હાલ મુજબ કાર્યરત રહેશે. જેની તાપી જિલ્લાની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે.