ભાજપના સુબીર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા જિલ્લાનુ રાજકારણ ગરમાયુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કિરલી તાલુકા સીટ ઉપર ભાજપાનાં ચિહ્નન ઉપરથી ચૂંટાયેલા યશોદાબેન રાઉત સુબીર તાલુકા પંચાયતનાં પ્રમુખ આજરોજ સુબીર તાલુકાનાં કેસબંધ ખાતે કૉંગ્રેસની મળેલ બેઠકમાં વિધિવત રીતે કૉંગ્રેસનો ખેસ ધારણ કરી જોડાઈ જતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે. હાલમાં રાજ્યની ૦૮ વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે હાલમાં આ આઠે આઠ બેઠકોનો કબ્જો મેળવવા માટે ભાજપ અને કૉંગ્રેસ પક્ષ દ્વારા બુથ લેવલે મીટીંગોનો દોર શરૂ કરી દેવાયો છે. ત્યારે પેટાચૂંટણી પૂર્વે સુબીર તાલુકાનાં પંચાયતનાં પ્રમુખ યશોદાબેન રાઉતે આજરોજ કેસબંધ ખાતે કૉંગ્રેસની મિટિંગમાં કૉંગ્રેસનાં પ્રભારી અજયભાઈ ગામીત, ડાંગ કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરી,કૉંગ્રેસનાં આગેવાન ચંદરભાઈ ગાવીત, સૂર્યકાંત ગાવીત, સ્નેહલ ઠાકરે, મુકેશભાઈ પટેલની ઉપસ્થિતમાં ભાજપાને રામ રામ કરી કૉંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા ડાંગનાં પૂર્વપટ્ટીનું રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે