ડાંગ : મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાને ઠેર ઠેર લોકોએ આવકાર આપ્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં 173 વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણીના ભાગરૂપે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષતામાં ઝંઝાવાતી શ્રેણીબદ્ધ સભાઓમાં કાર્યકરોઓમાં શક્તિ જોમ વધવા સાથે જિલ્લાના વિકાસકીય યોજનાઓ થકી ઠેર ઠેર લોકોએ આવકાર આપ્યો હતો.

173 વિધાનસભા ની ખાલી પડેલ બેઠકમાં પેટા ચૂંટણી હસ્તગત કરવા ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું હોય ભાજપ મોવડી મંડળ દ્વારા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને જુસ્સો વધારવા છેલ્લા ત્રણ મહિના થી વિકાસકીય કામોના ખાતમુહૂર્ત સહિત કોંગ્રેસી કાર્યકરોને ભાજપની ખેસ પહેરાવી પાર્ટી મજબૂત બનાવવા ઝુંબેશ હાથ ધરી હતી. કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષતામાં સતત 10 દિવસીય ચાર રાઉન્ડ માં જિલ્લામાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો પોલીસ પટેલ,કારભારીઓ સાથે બેઠકો યોજી બેઠક પર જીત મેલવવા ચિંતન કરી હતી.ગુરુવારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ નજીક નો પ્રસિદ્ધ કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા ગીરાધોધ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.ત્યારબાદ જિલ્લા મથક આહવા ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ડાંગ નવસારી,અને સુરત સહિતના વિવિધ સંગઠનો, કાર્યકર્તાઓ ,મહિલા મોરચા,તાલુકા મંડળના હોદ્દેદારો, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ,શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ સાથે વિધાનસભા ચૂંટણીની રૂપરેખા સાથે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું.સભાઓના પ્રારંભે ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી એ ડાંગના પ્રમુખ ,મહામંત્રીઓ,માજી ધારાસભ્ય સહિત પદાધિકારીઓને સબકા સાથ સબકા વિકાસ નો મંત્ર સાથે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે સંકલ્પ લેવડાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં બહુમતી થી જીત મળે તેવો કાર્યકર્તાઓને આહવાન કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુ વસાવા,મંત્રી ઈશ્વરભાઈ પટેલ,ધારાસભ્ય ઝંખનાબેન, સંગઠન પ્રભારી વિસ્તારક અશોકભાઇ ધોરજીયા, ધારાસભ્ય મોહનભાઇ ધોડિયા, પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, ત્રણ મહામંત્રીઓ,માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ, સહિત સુરત, નવસારી અને ડાંગ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *