તાપી : ડોસાવાડા ડેમ ખાતે વન્યપ્રાણી સપ્તાહ- નશાબંધી સપ્તાહ પૂર્ણાહૂતિ તથા કામધેનુ દીપાવલીનો કાર્યક્ર્મ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : આ કાર્યક્ર્મમાં અધિક્ષકશ્રી નશાબંધી અને આબકારી-તાપી જિલ્લાનાં જમાદારશ્રી હસમુખભાઈ ચૌધરી, વનવિભાગ તાપીમાંથી આર.એફ.ઓ. શ્રી સી. કે. અજારા, ફોરેસ્ટર શ્રી વી. એલ. ગામીત, “ગીર’’ ફાઉન્ડેશન-ગાંધીનગર જિલ્લા સંકલનકાર-તાપી શ્રી યોગેશભાઈ પટેલ તથા ગામના સરપંચશ્રી જીતુભાઈ, ગામના સભ્યો- ગ્રામજનો તથા નાના બાળકો પણ હાજર હતા. નશાબંધી વિભાગના જમાદારશ્રી હસમુખભાઈ ચૌધરીએ નશાથી કુટુંબ,સમાજ અને દેશને થતા નુકસાન વિશે માહિતગાર કર્યા હતા. વનવિભાગના આર.એફ.ઓ. શ્રી સી. કે. અજારાએ વન્યપ્રાણીઓના સંરક્ષણ અને પ્રર્યાવરણમાં તેઓની કડી વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્ર્મમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ મારફતે કામધેનુ દીપાવલીનું અભિયાન ચાલે છે જેના વિશે શ્રી યોગેશભાઈ પટેલે માહિતી આપી હતી. આ કાર્યક્ર્મમાં હાજર રહેલા મહાનુભાવો અને ગ્રામાજનોએ સોશિયલ ડિસ્ટસીગનાં પાલન સાથે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ, વ્યારા, જિલ્લા તાપીના સહયોગથી કરવામો આવ્યો હતો. આભારવિધી સરપંચશ્રી જીતુભાઈ ગામીતે કરી હતી.