ઉમરપાડા – માંડવી તાલુકાના ઈનચાર્જ મામલતદારનું કોરોનાથી સારવાર દરમિયાન મોત
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંડવી મામલતદારનો ચાર્જ ગત ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આપવામાં આવ્યો હતો.ઉમરપાડા તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સી. ગામીત ને ગત ફેબ્રુઆરી ના રોજ માંડવી મામલતદાર નો પણ ર્ચાજ આપવામાં આવ્યો હતો. પોતાનું સ્વાસ્થ્ય બગડતા કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી સારવાર અર્થે સુરત લઈ જવાયા હતા. પરંતુ દોઢ મહિનાની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ભરતભાઈ સી.ગામીત જેઓ તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા હોય અને તેઓને સરકાર દ્વારા માંડવી તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર તરીકે ગત ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ ચાર્જ આપવામાં આવ્યો હતો. ભરતભાઈ ગામીત ને કોરોના સંક્રમણ લાગતાં તેમને કોરોના વાયરસની સારવાર અર્થે સુરત કે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દોઢ મહિના થી કોરોના સામે લડી રહ્યા હતા તેમનું સારવાર દરમિયાન કોરોના વાયરસનાં સંક્રમણમાં મોત થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉમરપાડા મામલતદાર કચેરી સહિત માંડવી મામલતદાર કચેરી સહિત અન્ય સરકારી કર્મચારીઓ નાઅધિકારીઓ માં શોકની કાલિન છવાઈ ગઈ હતી.