ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને નાણાંકીય સહાય આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

Contact News Publisher

(નઝીર પાંડોર (માંગરોળ)  : ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને ટૂંકી અને મધ્યમ મુદ્દતનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ જેમણે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કર્યું હોય, વસુલાત નિયમિત કરતી હોય, તેમજ ધિરાણ વસુલાતમાં યોજનાના ઢાંચા મુજબ વધારો થયો હોય તથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઈ હોય તે મંડળીને સહાય મળી શકે છે. જેથી જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ સત્વરે વર્ષ ૨૦૧૫-૨૦૧૬ થી ૨૦૧૯-૨૦૨૦ સુધીના પાંચ વર્ષનાં હિસાબો-તારીજ, નફા-નુકસાન ખાતું, વેપાર ખાતું, સરવૈયા સાથે જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, સહકારી મંડળીઓ, જિલ્લા સેવા સદન-૨/૧, એ- બ્લોક, પ્રથમ માળે, અઠવાલાઈન્સ, સુરતનો સંપર્ક કરવો. વધુ માહિતી માટે કચેરીના ફોન નં. (૦૨૬૧) ૨૬૬૫૦૫૧ ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવી લેવી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *