સોનગઢમાં શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

Contact News Publisher

સોનગઢનાં ઈસલામપુરાના અબરાર અસલમ બાગવાન નામનો શખ્સ 20 કિલો શંકાસ્પદ ગૌમાંસના સાથે ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પાછલા ઘણા સમયથી એવી બુમરણા ઊભી થઇ રહી હતી કે સોનગઢ નગરમાં નવાપુરથી લાવીને ગૌ માંસ વેચાણ થાય છે જેને લઇ આજરોજ પોલીસને કોઇ શખ્સ દ્વારા ટેલીફોનીક બાતમી અપાતા પોલીસે શંકાસ્પદ વાહન અને વ્યક્તિની તપાસ કરતાં ૨૦ કિલો શંકાસ્પદ ગૌમાંસના સાથે એકની ધરપકડ કરી હતી અને શંકાસ્પદ ગૌમાંસના જથ્થાને એફ.એસ.એલ. ના રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સોનગઢમાં પાછલા ઘણા સમયથી હિન્દુ સમાજ તરફથી એવી ફરિયાદ ઉઠી રહી હતી કે કેટલાક લોકો નવાપુરથી ગૌમાંસ લાવીને સોનગઢમાં ચોરીછૂપીથી વેચાણ કરે છે, જે અંતર્ગત આજરોજ એક શખ્સે પોલીસને ફોન કરી નગરમાં ગોમાંશ આવતું હોવાની બાતમી આપી હતી, જેના આધારે પોલીસે જેસીંગપુરા ટેકરા ઓવેર બ્રિજના છેડેથી બાતમીના આધારે આવી રહેલ એકટીવા મોપેડ અને ચાલક અબરાર અસ્લમ બગવાન ઉંમર ૨૭ વર્ષ રહે .ઈસલામપુરા સોનગઢની અટકાયત કરી તપાસ કરતાં એક એક કિલોની થેલીઓમાં માસ ભરેલ મળી આવ્યું હતું. જે ગોમાંસ હોવાની શંકાના આધારે તેની અટક કરવામાં આવી હતી અને માસ ના જથ્થાને એફ.એસ.એલ.ના રિપોર્ટ કરાવવા સુરત મોકલી આપવામાં આવ્યો હતો, હવે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શંકાસ્પદ જથ્થો ગૌમાંસના હતો કે નહીં ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other