હાથરસમાં બનેલી સામુહિક બળાત્કારના સુરત જિલ્લામાં પડેલો પડઘો, માંગરોળ ખાતે, જિલ્લા કોગ્રેસનો ધરણાનો કાર્યક્રમ યોજાયો  

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાની ૧૯ વર્ષની દલિત વર્ગની યુવતી સાથે કથિત રીતે થયેલા સામુહિક બળાત્કાર અને બરબરતા પૂર્વક થયેલ મારપીતને કારણે યુવતીનું મૃત્યુ થયું છે. આ ઘટનાને સુરત જિલ્લા કોંગ્રેસ પરિવાર નિંદા કરે છે. સાથે જ સામુહિક બળાત્કાર અને મારપીટના કારણે થયેલ મૃત્યુની કાનૂની કાર્યવાહીમાં પરિવારજનોને ન્યાય મળી રહે, એ માટે સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિ તરફથી આજે તારીખ ૫ મી ઓક્ટોબરના સોમવારના રોજ બોપોરે ૧૨ કલાકે, માંગરોળ, મામલતદાર કચેરી સામે ધરણા અને ઉત્તરપ્રદેશ સરકારના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ, સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ તરફથી રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કોગ્રેસનાં પ્રમુખ અને માંડવીનાં MLA આનંદભાઈ ચૌધરી, દર્શનભાઈ નાયક, મનહરભાઈ પટેલ, રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી, ઈરફાન મકરાણી, શાબુદ્દીન મલેક, ઇંદ્રિસ મલેક સહિત જિલ્લા-તાલુકા કોગ્રેસનાં હોદેદારો, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામ તમામ આગેવાનો હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જીલ્લા કોગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી અને સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દર્શનભાઈ નાયક વગેરેઓએ આ ઘટનાના વખોડી મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોને ન્યાય મળે એવી માંગ કરી હતી, કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ ફરજીયાત માસ્ક પહેરીને તથા સોસીયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માંગરોળ પોલીસના પી.એસ.આઈ. પરેશ એચ નાયિએ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other