સુરત જિલ્લા પંચાયતના નવા ભવનનું સોમવારે CM ઇ-ભૂમિપૂજન કરશે

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :સુરત જિલ્લા પંચાયતનું નવું ભવન પીપલોદ ખાતે ૨૯.૪૦ કરોડના ખર્ચે ઉભું કરવામાં આવનાર છે. આ ભવન વિશાળ પાર્કિંગની સુવિધા સાથે દશ હજાર ચોરસ મીટર જગ્યામાં બનશે.આ ભવનનું ઇ-ભૂમિ પૂજન તારીખ ૫ મી ઓક્ટોબરનાં સોમવારે, સવારે દશ કલાકે,રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે. આ ભવન દોઢ થી બે વર્ષનાં સમયગાળામાં ઉભું કરી દેવાશે. હાલનું જૂનું ભવન ૫ મી નવેમ્બર-૧૯૩૪ માં ઉભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તબક્કાવાર એનું વિસ્તરણ કરી પહેલો અને બીજો માળ ઉભો કરવામાં આવ્યો હતો. આ ભવનમાં અધિકારીઓની ઑફિસોથી માંડીને પાર્કિંગ માટેની સૌથી મોટી મુશ્કેલી હતી.