બાયો ડીઝલના ગોરખ ધંધાનો તાપી જિલ્લામાં પર્દાફાશ થયો : જિલ્લા પુરવઠા વિભાગએ ૫,૨૩,૬૫૦ ના મુદ્દા માલ સાથે બાયોડીઝલ સીઝ કર્યું 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ભારત સરકારની ગાઇડલાઇન વિરુદ્ધ ચાલતા અને તાપી જિલ્લામાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા બાયોડીઝલના પંપો ને બંદ કરવા સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હોવા છતાં, જિલ્લામાં ચોરીછૂપીથી ગેરકાયદે બાયોડીઝલનું વીરપુર હોટલ પર વેચાણ કરાતા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડી ૫,૨૩૦૦૦ નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો.

તાપી જિલ્લો ગુજરાત મહારાષ્ટ્ર ની બોડૅર પર આવેલો હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં આંતરરાજ્ય વાહનો પસાર થતા હોય છે, લાંબી દુરીનું અંતર કાપતા આ વાહનોમાં ડીઝલ પણ મોટા જથ્થામાં વપરાતું હોય છે,જેનો ફાયદો ઉઠાવી કેટલાક લોભિયાઓ અને ધુતારાઓ દ્વારા હાઈવે પર ઠેર ઠેર બાયોડીઝલ ના પંપો ઠોકી બેસાડવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા વગેરે નંખાયેલા આ પંપો પાસે કોઈ પરવાનગી પણ હોય એવું જણાઈ આવતું નથી. હવે જયારે મહારાષ્ટ્રમાં બાયોડીઝલ વેચાણ બંદ છે અને બાયોડીઝલ સામાન્ય ડીઝલથી લિટરે ૨૦ રૂપિયા જેટલું સસ્તું પડતું હોવાથી વાહન ચાલકો મોટા પ્રમાણમાં બાયોડીઝલ પુરાવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી કેટલાક લોકો તાપી જિલ્લામાં બાયોડીઝલના નામે ભેળસેળ વાળું કેરોસીન વેચીને લખો રૂપિયાનો કાળો કારોબાર કરી રહ્યા છે, જેને બંદ કરવા સરકારે પરિપત્ર કર્યો છે. પરંતુ આમ છતાં કેટલાક લોકો ગેરકાયદે મોડી રાતે આ ગોરખધંધો ચલાવે છે. જેમાં ગતદિવસે વીરપુર ઉમિયા હોટલ પર જિલ્લા પુરવઠા અધિકારી નેતિકાબેન પટેલએ પોતાની ટીમ સાથે રેડ પાડી ખાદ્ય તેલના ડબ્બાઓ અને કોઈપણ પ્રકારની પાસ પરમિશન વગર વેચાણ કરતુ ૨૭૦ લીટર બાયોડીઝલ અને ટાટા ટેમ્પો સહીત ૫,૨૩,૮૬૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો, અને એના હોટલ માલિક કેશુભાઈ નાથુભાઈ ચાવડા પર ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જો સખ્ત તપાસ હાથ ધરવામાં આવે તો વ્યારા થી સોનગઢ ની વચ્ચે હોટલો અને એની આસ પાસ ચાલતા આવા ઘણા બાયોડીઝલના ગોરખધંધાનો પર્દાફાશ થઇ શકે છે. હવે જોવાનું રહ્યું કે આ દિશામા આગળ શું કાર્યવાહી થાય છે?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other