માંગરોળ તાલુકામાં દિવા તળે અંધારૂ કોવિડ-૧૯ના નિયમો અભરાઈ ઉપર : ગાંધી જયંતિ નિમિતે તંત્રએ સોસીયલ ડિસ્ટન્સના ઉડાડયા ધજાગરા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશો આપનાર અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતિ નિમિતે રાજ્યના મુખ્યમંત્રીએ ઓનલાઈન કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મહામારી સામે કઈ રીતે સંરક્ષણ દિવાલ ઉભી કરવી એની પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. પરંતુ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં તંત્રની લાપરવાહી બહાર આવી છે.તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી તાલુકા હેલ્થ કચેરી ખાતે હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ તાલુકામાં આવેલી આંગણવાડીઓમાંથી કેટલીક આગણવાડીઓની બહેનોના સહકારથી યોજવામાં આવ્યો હતો.અને આંગણવાડી બહેનોને પોતાના ગામોમાંથી કુમારીકાઓને પણ લાવવા જણાવાયું હતું.પરંતુ પીકઅપમાં શાકભાજી ભરી હોય એવી રીતે ખીચોખીચ ભરીને અને સોશિયલ ડિસ્ટરન્સની જારવણી કર્યા વગર લાવવા અને લઈ જવામાં આવ્યા હતા .વાહનમાં બેઠેલી કેટલીક બહેનો એ તો મોઢા પર માસ્ક પણ ઢાકયું ન હતું. કાર્યક્રમમાં સ્થળ પર આવવા જવા માટે જે વાહન કર્યું હતું તે વાહનનું ભાડું તો હાલ આંગણવાડીની બહેનોએ ચુકાવ્યું છે. જો કે પાછળથી ભાડું બહેનોને પરત આપવામાં આવશે એમ જાણવા મળ્યું છે. જે રીતે બહેનોને વાહનમાં લાવવામાં આવ્યા હતા કે કુદરતના કરે આ સમય એ જો અનિશ્ચિય બનાવ બને તો એની જવાબદારી કોની ? એટલે કે મહિલાઓ માટે મોટી મોટી વાતો વાગોળતું તંત્ર જ પોકળ સાબિત થયું હતું અને ભાન ભૂલીને કોવિડ -૧૯ નો ફેલાવો કરી રહી હોય એવું સાબિત થઈ રહ્યું છે વાડ જ જીભડા ગળી રહ્યું હોય ત્યારે કહેવું કોને એ સવાલ અહીં ઉભો થયો છે.