માંગરોળ તાલુકા પંચાયતની ગ્રાહક મંડળીની મળેલી વાર્ષિક સામાન્યસભા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકા પંચાયતના કર્મચારીઓની સહકારી, શરાફી અને ગ્રાહક સહકારી મંડળીની ૫૪મી વાર્ષિક સાધારણ સભા નાયબ હિસાબનીશ શકરભાઈ ચૌધરીના અધ્યક્ષપદે તાલુકા પંચાયત કચેરી માંગરોળના સભાખડમાં મળી હતી.
બેઠકનો પ્રારંભ મંડળીના અવસાન પામેલા સભાસદોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાજલી આપીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એજન્ડાના કામોની ચર્ચા કરી તમામ કામોને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. સને ૨૦૨૦થી પાંચ વર્ષ માટે હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે પ્રિતમભાઈ પરમાર, ઉપપ્રમુખપદે એલ. જી. ઝીણા, મંત્રીપદે નરેશભાઈ પરમાર, સહમંત્રીપદે ધનજીભાઈ સોલંકી, આંતરિક ઓડીટરપદે આર.આર. વસાવા તથા કારીબારી સમિતિમાં અન્ય આંઠ સદસ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.મંડળીનું સ્વભડોળ ૧,૦૬,૧૨,૩૫૯ રૂપિયા, રીઝર્વ ફંડ ૧૭,૮૬,૩૫૧ રૂપિયા, અન્યફંડ ૪૦,૪૬,૭૩૯ રૂપિયા છે. જ્યારે મંડળીએ ૬,૪૬,૮૬૪ રૂપિયા ચોખ્ખો નફો કર્યો છે. હાલમાં મંડળીના કુલ સભાસદો ૧૯૯ છે. સભાનું સુંદર સંચાલન ધનજીભાઈ સોલંકીએ કર્યું હતું.