કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા ટેલી-ઇસીજી ઇન્સ્ટ્રુમેન્ટ અપાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વ હાર્ટ દિવસ એટલે કે તારીખ 29/09/2020 ના રોજ, કાકરાપાર અણુવિદ્યુત મથકના સીએસઆર પ્રોજેક્ટ હેઠળ ભાભા અણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસિત 6 નંગ હેન્ડહેલ્ડ 12-ચેનલ ટેલી-ઇસીજી ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રાંત અધિકારીશ્રી, માંડવીની કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી ડો. જનમ ઠાકોર, તાલુકા આરોગ્ય અધિકારી, સુપરિન્ટેન્ડન્ટ, સરકારી હોસ્પિટલ, માંડવી, અને કાકરાપાર અણુવિદ્યુત મથકના અધિકારીઓ શ્રી બી. શ્રીધર, ચેરમેન, સી.એસ.આર., શ્રીમતી સંગીતા પતાડે, સિનિયર મેનેજર (એચ.આર.), ડો.ગૌરવ પરમાર, મેડીકલ ઓફીસર તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા. આ ઇ.સી.જી. ઉપકરણ માંડવી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/હોસ્પિટલમાં ઉપયોગમાં લેવામાં આવશે જેમાં દધવાડા, ગોડસંબા, કમલાપુર, રતનીયા, સઠવાવ તેમજ માંડવી સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે.
અન્ય 14 ઉપકરણો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/હોસ્પિટલમાં આપવામાં આવશે તેમાં વાંસકૂઈ તાલુકો બારડોલી, કલમકુઈ, તાલુકો વાલોડ, વ્યારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/હોસ્પિટલમાં જેવા કે ચાંપાવાડી, કાળાવ્યારા, માયપુર, સોનગઢ તાલુકાના અગાસવણ અને ઉખલદા અને જનરલ હોસ્પિટલ વ્યારા સામેલ છે.
આ ઉપકરણ બ્લૂટૂથ દ્વારા મોબાઇલ ફોનની મદદથી કાર્ય કરે છે અને તેને અણુમથકની 16 કિમીની ત્રિજ્યામાં સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપકરણ એક સાથે ઇસીજીના તમામ 12-લીડ્સ રેકોર્ડ કરે છે અને મોબાઇલ સ્ક્રીન પર પ્રદર્શિત કરે છે. સંપૂર્ણ રેકોર્ડિંગ પછી, અહેવાલ એક છબીના રૂપમાં તૈયાર થાય છે જે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ (એમએમએસ) અથવા અન્ય કોઈ ફાઇલ શેરિંગ એપ્લિકેશન્સ દ્વારા ડોક્ટરના તબીબી અભિપ્રાય માટે ડોકટરના મોબાઇલ પર મોકલી શકાય છે. ઉપકરણને લેપટોપ/ ડેસ્કટોપ દ્વારા ચલાવી શકાય છે અને રિપોર્ટ લોકલ એરિયા નેટવર્ક પર પણ શેર કરી શકાય છે. ઇસીજી રિપોર્ટ સામાન્ય ગ્રાફિકલ ફોર્મેટમાં કોરા A4 કદના કાગળ પર પણ લઈ શકાય છે. હાલમાં બજારમાં ઉપલબ્ધ વાણિજ્યક મશીનોની તુલનામાં કે જેની કિંમત રૂ.40,000 થી રૂ.50,000 હોય છે, આ ટેલી-ઇસીજી ઉપકરણ ખૂબ સસ્તું અને ઉપયોગમાં સરળ છે. આ ઉપકરણ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં લોકોની સ્વાસ્થ્ય સંભાળ માટે ખૂબ લાભદાયી પુરવાર થશે,