તાપી જિલ્લામાં તા.૨જી ઓકટોબરથી નશાબંધી સપ્તાહની ઉજવણી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : રાષ્ટ્રdપિતા ગાંધીજીની જન્મે જયંતિ તા.૨જી ઓકટોબરથી નશાબંધી સપ્તાચહ ઉજવવામાં આવે છે. તાપી જિલ્લાલમાં પણ જિલ્લા નશબંધી અને આબકારી કચેરી તથા ગુરુકૃપા સેવામય ટ્રસ્ટના સહયોગથી તા.૨/૧૦/૨૦૨૦ થી તા.૮/૧૦/૨૦૨૦ સુધી નશાબંધી સપ્તા્હની ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર વિશ્વમાં ફકત ગુજરાત રાજય જ નશાબંધી નિતીનો એક ધાર્યો અને ચુસ્તૃ અમલ કરનાર રાજય છે. દારૂ તથા અન્યત કેફિ દ્રવ્યો નો નશો વિનાશને નોંતરે છે. અને કુટુંબની શાંતિ અને સમૃધ્ધિને હણે છે ગુજરાતની અખંડિતતા અને અસ્મિયતાનું જતન કરવું આપણા સૌની ફરજ છે. જેથી રાષ્ટ્રનપિતા ગાંધીબાપુના નશાબંધીના પૈગામને સાકાર કરવા તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે તાપી જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વિવિધ સંસ્થામઓના સહયોગથી નશાબંધ પ્રચાર અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વ્યે આજે સવારે ૯/૩૦ કલાકે “ ગાંધીજીની પ્રતિમા” સુરભી સર્કલ, વ્યારા ખાતે કલેક્ટર આર.જે.હાલાણી નશાબંધી સપ્તાસહનો શુભારંભ કરી વ્યસન મુક્તિ રથને પ્રસ્થાન કરાવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other