માંગરોળ તાલુકાના મોટીપારડી સહિત ચાર ગામો ખાતેથી પસાર થતી ખાડીની સફાઈ કરી, પ્રોટેક્શન વોલ બનાવી માર્ગ ઉંચો કરવા પ્રશ્ને આવેદનપત્ર અપાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના મોટીપારડી, નંદાવ, સાવા, કઠવાડાચાર ગામો ખાતેથી પસાર થતી ખાડીની સફાઈ કરી, પ્રોટેક્શન વોલ બનાવી માર્ગ ઉંચો કરવા પ્રશ્ને આજે તારીખ ૧ લી ઓક્ટોબરનાં રોજ માંગરોળના તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલને આવેદનપત્ર અપવામાં આવ્યું છે.

સુરતનાં જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત ચાર ગામો ખાતેથી પસાર થતી ખાડી અને કોટરમાં ઉપરવાસમાંથી વરસાદી પાણી ચોમાસાની મૌસમમાં આવવાથી ખાડીમાં કાપ પુરાઈ જવાથી ચોમાસાની મૌસમમાં ઘોડાપુરના કારણે ઉપરોક્ત ગામોમાં પુરના પાણી નીચાણ વાળા ઘરોમાં પ્રવેશે છે. જેથી ચોમાસાની મૌસમમાં આ લોકો ભારે પરેશાનીનો સામનો કરે છે. કોસંબા થી વાલીયા જતા માર્ગ ઉપર આ ખાડીના વિસ્તારમાં આવેલા માર્ગ ઉપર પાણી ફરી વળવાથી માર્ગ બંધ થઈ જાય છે. આ પ્રશ્ને અનેકો વખત રજૂઆતો કરાઈ છે.સાથે જ ગ્રામપંચાયત તરફથી જાણ કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઇ ઉકેલ આવેલો નથી. આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે આ ખાડીની સફાઈ કરાવવામાં આવે,ખાડી ઉંડી કરવામાં આવે, જરૂર જણાય ત્યાં પોટેક્શન વોલ બનાવવામાં આવે અને આ માર્ગ ઉંચો કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.આ પ્રસંગે માજીપંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, સામજીભાઈ ચૌધરી, શાબૂદીન મલેક, કેતનકુમાર ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other