તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી, એતિહાસિક મોટામિયાં બાવાની દરગાહ જે કોમી એકતાના દર્શન કરાવે છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની એતિહાસિક મોટામિયાં બાવાની દરગાહ આવેલી છે. જે કોમી એકતાના દર્શન કરાવે છે. દર વર્ષે પોષસુદ એકમથી આ દરગાહ ખાતે પંદર દિવસનો મેળો ભરાય છે. જેમાં તમામ કોમના લોકો દર્શન માટે આવે છે. આ દરગાહના પૂર્વજોએ ઘેર ઘેર ગયો પારોનો શનદેશો આપી એક લાખ ગયો પાળવાનો વિશ્વરેકર્ડ પૂરો કર્યો હતો. જેથી તે સમયે સયાજીરાવ ગાયકવાડે પૂર્વજોનું સન્માન કર્યું હતું. હાલના ગાદીપતિ પીર સલીમુદીન ચિસ્તીના સુપુત્ર અને ગાદીના ઉતરાઅધિકારી ડો. પીર માતાઉદીન ચિસ્તી એ એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. જે પૂર્ણતાને આડે પોહચ્યું છે. આજે તારીખ ૧ ઓક્ટોબરનાં વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દરગાહ ખાતે આવી પોહચ્યા હતા. અને પ્રથમ દરગાહમાં દર્શન કર્યા હતા.ત્યારબાદ દરગાહનું આખું કમ્પાન્ડ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. દર વર્ષે ચોમાસાની મોસમ વિદાય લઈ રહી હોય તે સમયે આ દરગાહનું કમ્પાઉન્ડ સાફ કરવા માટે ભક્તો આવે છે. અને તે પણ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વીનાં સફાઈ કરે છે.