માંગરોળના પીપોદરા ખાતે, સરકારી ટીમોનો જ્યોતિ પેટ્રોકેમીકલ એન્ટરપ્રાઇઝ માં રેડ, ૭૫ લાખનો માલ સિડઝ કરી દેવાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે ગ્રામ પંચાયત દફતરે નોંધાયેલ બ્લોક નંબર ૧૩૯ વાળી જમીન જે મહેન્દ્રભાઈ વિગેરેથી ચાલે છે. આ જમીન ચાર વર્ષના ભાડાપટ્ટા થી જયોતિ પેટ્રોકેમીકલ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આપેલી છે. આ કંપનીના માલીક જીતેન્દ્રભાઈ ગોરધનભાઇ રોય છે. આ ફેક્ટરીમાં પેટ્રોલીયમ એર પ્રાકૃતિક ગેસનું કામકાજ થાય છે. આ ફેક્ટરીમાં આજે તારીખ ૩૦ મી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે માંગરોળના મામલતદા દિનેશભાઇ ચૌધરી, પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર, સુરત, GST વિભાગના અધિકારીઓ, GPCB ના અધિકારીઓ અને કોસંબા પોલીસ મથકનાં PSI અને સ્ટાફની સંયુકત ટીમોએ ઉપરોક્ત ફેક્ટરીમાં છાપો મારતાં અને ફેક્ટરીમાં ચેકીંગ કરતાં એક્સપલોઝીવ એકટ પ્રમાણપત્ર મેળવેલ ન હોવાનું અને તોલમાપ પ્રમાણપત્ર પણ ન હોવાથી ફેક્ટરીમાં તપાસ કરતાં કુલ ૭૫,૦૦,૯૫૦ રૂપિયાનો મુદ્દામાલ સિડઝ કરી, આ અંગેનો અહેવાલ સુરત જિલ્લા કલેક્ટરને ત્વરિત મોકલતાં, કલેકટરશ્રી ના આદેશ મુજબ આ તમામ માલ જે જગ્યાએ છે. ત્યાંથી ખસેડવો કે વેચવો નહીં. આ તમામ માલ બીજી સૂચના ન મળે ત્યાં સુધી જે તે પરિસ્થિતિમાં જાળવી રાખવા હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ આ તમામ માલની દેખરેખ જે જાળવણી ફેક્ટરીનાં માલિક જીતેન્દ્રભાઈ ગોરધનભાઇ રોયકે જે જ્યોતિ પેટ્રોકેમીકલના ભાગીદાર છે.તેમની રહેશે. ખૂબ મોટી કિંમતનો મુદ્દામાલ સિડઝ કરાતાં આ પ્રકારનો ધધો કરનારા અન્યોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.