તા.૨જી ઓક્ટોબરે વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાશે
BISAG ના માધ્યમથી મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણી જીવંત સંવાદ કરશે
(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : નારીને પુરૂષ સમોવડી બનાવવા માટે રાજ્ય સરકારે કરેલી સ્ત્રી સશક્તિકરણની આગવી પહેલના ભાગરૂપે રાજય સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં મહિલાઓને માર્ગદર્શન મળી રહે અને સ્વનિર્ભર બની આર્થિક ઉન્નતિના માર્ગે આગળ વધે તે હેતુથી જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.૨જી ઓક્ટોબર, ગાંધી જયંતિના દિવસે સવારે ૯.૦૦ કલાકે વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, તરણકુંડ ખાતે Gujarat Hand Washing Campaign at Nandghar ઈ-લોકાર્પણ તથા જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત જિલ્લાના ૮૪ સ્થળો ઉપર આ કાર્યક્રમ યોજાશે, જેમાં BISAG ના માધ્યમથી મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણી જીવંત સંવાદ કરશે.