સોનગઢ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં ભાજપ પર આકરા પ્રહારો
કોરોના આપણા દેશનો રોગ જ નથી : ડો. તુષાર ચૌધરી
બહેનોમાં ક્રાંતિ લાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે : ધારાસભ્ય આનંદ ચૌધરી
સોનગઢ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત નેતાઓ દ્વારા ભાજપ પર આકરા શબ્દોનો પ્રહાર કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મીટીંગમા મોટી સંખ્યામાં બહેનો હાજર રહી તે અભિનંદનને પાત્ર છે અન્ય પક્ષો જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી લડવા ગડમથલ કરી રહ્યા છે તેમજ કેટલાક વિઘ્નસંતોષી અપક્ષ લડવાની તૈયારી કરી રહ્યા છે તેઓને શાનમાં સમજી જવા કેન્દ્રના માજી મંત્રી ડો.તુષાર ચૌધરીએ જણાવી કહ્યું હતું કે, સરકારે આવશ્યક ચીજ વસ્તુઓમાંથી કાંદા, બટાકા, તેલ, કઠોળ કાઢી નાખ્યા છે, કોરોના આપણા દેશનો રોગ જ નથી, દેશમાં 34 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જો આ એરપોર્ટ બંધ કર્યો હોત તો આ બીમારી આવી ન હોત. પરંતુ ટ્રમ્પ આવવાના હતા એટલે એરપોર્ટ ખુલ્લા રાખ્યા. કેન્દ્ર સરકારના નવા બિલથી ખેડૂતો બરબાદ થઈ જવાના છે કોંગ્રેસના સમયે ખેડૂતોને ટેકાના ભાવો મળતા હતા હવે ખેડૂતો અને ટેકાના ભાવ સરકાર આપવાની નથી. ૬૬ લાખ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત લોકોએ નોકરી ગુમાવી છે, પાંચ વર્ષમાં 14 વડાપ્રધાન વિવિધ પક્ષના બન્યા ત્યારે દેવું ૫૯ લાખ કરોડ હતું. અત્યારે છ વર્ષમાં જ 101 લાખ કરોડનું દેવું થઈ ગયું છે. મોંઘવારી ભથ્થુ પણ સરકારી કર્મીને મળવાનું નથી, રેલ્વે એરપોર્ટ વગેરે વેચ્યા છતાં દેશ ચલાવી શકતા નથી. બિહારની ચૂંટણીમાં 70 ટકા આર.જે.ડી. કોંગ્રેસને, 20% ભાજપ જેડીયુના અને ૧૦ ટકા અન્ય પક્ષોને બેઠકો મળવાનો એક સર્વેમાં આવ્યું છે. ભાજપ તાપી જિલ્લામાં ભંગાણ પાડવવા અને કાવાદાવા કરશે એટલે આપણે જાગૃત થવાની જરૂર છે.
કેન્દ્ર સરકાર પાસે કોઈ અપેક્ષા ન રાખશો આપણે એમની સામે લડવાનું છે, ઉદ્યોગપતિ અને ગરીબ લોકો વચ્ચેનુ અંતર દિવસે દિવસે વધતું જાય છે, કોંગ્રેસ આઝાદીની લડાઇ લડી દેશને આઝાદી અપાવી બંધારણના હકો આપ્યા હોવાનું ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવી કહ્યું હતું કે, આપણા ગરીબીનું કઈ રીતે શોષણ કરવું અને ઉદ્યોગપતિઓને કેવી રીતે ફાયદો કરવો એ દિશામાં ભાજપ સરકાર કામ કરે છે. બહેનોમાં ક્રાંતિ લાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. ભાજપ સરકાર દ્વારા શાળાઓ કઈ રીતે બંધ થાય અને શિક્ષણ મોંઘું થાય એવા અખતરા કરવામાં આવી રહ્યા છે. શિક્ષિત યુવાનો શૈક્ષણિક લાયકાત હોવા છતાં નોકરીઓથી વંચીત છે. કોરોનાનો ટોપલો તબલીગી પર ઢોળી દીધો પરંતુ ટૃમપ અમદાવાદ આવ્યા ત્યાર બાદ કોરોનાનો ફેલાવો થયો. આવનારી લાંબી લડાઈ માટે સજ્જ થવા હુંકાર ભર્યો હતો.
તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાંભાઇ ગામીતે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, ટૂંક સમયમાં સમયસર તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે ચૂંટણીના ભાગરૂપે આગેવાનો આવવાના છે, જેમાં જિલ્લા તાલુકા પંચાયત બેઠકો કઈ રીતે મેળવાય તેવી વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. બહેનોને મળેલ 50% ટકાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આ અધિકાર કોંગ્રેસે આપ્યો છ. આ વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રાજેશ ગામીત પ્રભારી ધર્મેશ પટેલ, જ્યોતિબેન સોજીત્રા, ભારતીબેન, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબેન ચૌધરી, તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલા ગામિત, કારોબારી અધ્યક્ષ મુકેશ ચૌધરી, મહિલા પ્રદેશ મંત્રી ઉષાબેન, તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રેહાનાબેન ગામીત, જિલ્લા પંચાયત સિંચાઈ અધ્યક્ષ વિજય ખેરવાણ, ન્યાય સમિતિ અધ્યક્ષ સિંગા ચૌધરી, સો. તા .પ. પ્રમુખ કુંજલતાબેન ગામીત, સો.તા. કો.માજી પ્રમુખ ગોના ગામીત, સોનગઢ તા.કો.પ. અજિત ગામિત, મહામંત્રી જયુભાઈ, ન્યાય સમિતિ અધ્યક્ષ મિરામજી ગામીત, નગર કાર્યકરી પ્રમુખ રમેશ ગામીત, મહિલા સો.પ. આશાબેન, પાલિકા વિરોધ પક્ષના યોગેશ મરાઠા, બાનુબેન પઠાન સહિત મોટી સંખ્યામા કાર્યકરો હાજર રહ્યાં હતા.