વ્યારા સુગર ફરી શરું કરવા અંગે આજરોજ આદિવાસી ખેડૂત સમાજ સંગઠન દ્વારા ખેડૂતોની મિટિંગ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ આદિવાસી ખેડૂત સમાજ સંગઠનના, અધ્યક્ષશ્રી પ્રિતેશ ભાઈ ચૌધરી, સુનીલ ચૌધરી આદિવાસી સમાજના જાગૃત ખેડુત આગેવાન કેવજીભાઈ ચૌધરી, કર્મચારી મંડળના ચીમનભાઈ ચૌધરી, જયેશભાઈ ગામીત, પ્રવિણભાઇ ગામીત, સુરેશભાઈ ગામીત, આદિવાસી યુવા ખેડુત સંગઠનના પ્રમુખ રાકેશ ચૌધરી વગરે ખેડુત આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રી ઉકાઈ પ્રદેશ ખાંડ સહકારી મંડળી ખુશાલપુરા (વ્યારા સુગર) ચાલુ કરવા માટે તાપી જિલ્લાના ખેડૂતો સાથે મિટિંગમા ચર્ચા કરવામાં આવી.
સર્કિટ હાઉસ ખાતે ખેડૂતોની મળેલ મિટિંગનુ આદિવાસી ખેડૂત સમાજ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવેલ એમાં ઉપસ્થિત ખેડૂતો સાથે વ્યારા સુગર ચાલુ કરવા માટે શું કરી શકાય કેવા આયોજનો થાય તેમજ આવનાર સમયમા શેરડીની ખેતી કરતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેવી રીતે સુધારી શકાય તે માટે ખેડૂતોની મુલાકાત લઈ વ્યારા સુગર ચાલુ કરવા અંગે ચર્ચા કરી તેમજ તે હેતુથી સંગઠન દ્વારા ખેડૂતોનો સંપર્ક કરવાનો અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને વ્યારા સુગરમા શેરડીનો પાક આપવામા આવે જેથી સુગર ચાલું કરી શકાય તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી,
આજની મિટિંગમા ખેડૂતો દ્વારા આવનાર તા 8/10/2020 ગુરુવારના રોજ વ્યારા સુગરના હાલના ડિરેક્ટરોની વ્યારા સુગર પર મુલાકાત કરીને સુગર કાર્યરત કરવા અંગે ચર્ચા વિચારણા કરી, આવનાર સમયમા વ્યારા સુગર ચાલુ કરવાની રણનીતિ નક્કી કરવા માટે આવેલ ખેડુતોની સર્વો સંમતિથી નિર્ણય લેવામા આવ્યો છે. તેમજ વ્યારા સુગરને ફરી ધમધમતી કરવા માટે સુગરનાં ડીરેકટરોની મિટિંગ બાદ ખેડૂતોનું સંપર્ક કરી જન આંદોલન ઉભું કરવામાં આવશે.