માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પણ કોરોનાનું સંક્રમણ, જિલ્લામાં આજે બોપોર સુધીમાં નવા ૯૦ કેસો નોંધાતા કુલ આંક ૭૧૫૫ અને મૃત્યુ આંક ૨૪૩ પર પોહચ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં સમયથી સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. સાથે જ ગ્રામીણ વિસ્તારની પ્રજામાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. માંગરોળ તાલુકામાં સરેરાશ ૧૧ થી ૧૨ નવા કેસો દરરોજ નોંધાય છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય બજારમાં પણ કોરોનાંનું સંક્રમણ નજરે પડતાં આરોગ્ય વિભાગે બજારમાં ગ્રામ પંચાયતની બાજુમાં એક મકાનની બહાર હોમકોરોન્ટાઇ વિસ્તારનો બોર્ડ લગાવ્યો છે. બોર્ડ ઉપર લખ્યું છે કે આ વિસ્તારમાં કામ સિવાય અવર જવર કરવી નહીં. પરંતુ મુખ્ય બજારમાં જ આવો બોર્ડ લગાવવામાં આવ્યો હોય ત્યારે અન્ય નાગરિકોની સલામતીનું શું ? એ એક ચર્ચાનો વિષય બન્યો છે.આજે બોપોર સુધીમાં સુરત જિલ્લામાં નવા ૯૦ કેસો નોંધાયા છે. જેની સાથે કુલ આંક ૭૧૫૫ ઉપર પોહચ્યો છે. જ્યારે મૃત્યુ આંક કુલ ૨૪૩ થયો છે.