માંગરોળના કીમ ચારરસ્તા ખાતેથી અપહરણ કરાયેલ બાળકને ફરિયાદ બાદ ૨૦ કલાકમાં જ શોધી કાઢતી કોસંબા પોલીસ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કીમચારરસ્તા ખાતે આવેલા સાનિધ્ય સોસાયટીમાં રહેતી જ્ઞાનમતીબેન દશરથભાઈ કેવતના એ ગત તારીખ ૨૩ મી સપ્ટેમ્બરના રાત્રે ૭.૩૦ કલાકે કોસંબા પોલીસ મથક ખાતે પોતાનો દશ વર્ષીય પુત્ર નામે અવધેશનું, ગત તારીખ ૨૧ મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે કોઈ અપહરણ કરીને લઈ ગયું હતું. એ અંગેની ફરિયાદ તારીખ ૨૩ મી સપ્ટેમ્બર ના રોજ કોસંબા પોલીસ મથકે આપતા કોસંબા પોલીસે FIR દાખલ કરી, આ ગુનાની તપાસ ઇન ચાર્જ PSI પી. એ. દવે કરતા હતા. ઇન્ચાર્જ PSI સહિત ભાવસિંહ માનસિંહ, શેલેશ ધૂળજી, હરેશ ભીમસિંહ, સુરેશ નારણ વગેરેની ટીમ પલોદ આઉટ પોલીસ ચોકીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઇન્ચાર્જ PSI ને માહિતી મળી કે અપહરણ કરાયેલ બાળક કીમ ચારરસ્તા નજીક છે. જેથી આ પોલીસ કાફલો કીમ ચારરસ્તા પોહચ્યો હતો અને અપહરણ કરાયેલ બાળકની શોધખોળ કરતાં કીમ ચારરસ્તા ખાતેથી બાળક મળી આવ્યો હતો. પોલીસે બાળકના પરિવારજનોને પોલીસ ચોકી ખાતે બોલાવી બાળકને સોંપ્યો હતો. આમ કોસંબા પોલીસે FIR દાખલ થયા બાદ માત્ર વીસ કલાકની અંદર જ અપહરણ કરાયેલ બાળકને શોધી કાઢી સુંદર કામગીરી કરી છે. સાથે જ પોતાના બાળકનું અપહરણ કરાયું હતું અને ગણતરીના કલાકમાં પોલીસે શોધી કાઢતાં પરિવારજનોની આખો ખુશીનાં આંસુઓથી ઉભરાઈ ગઈ હતી. ધન્યવાદ છે કોસંબા પોલીસ મથકનાં ઇન્ચાર્જ PSI પી. એ. દવે અને એમની પોલીસ ટીમને.