તાપી જિલ્લાના મતદારોને ડુપ્લીકેટ પીવીસી ઓળખકાર્ડ આપવા અંગે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૪ – મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના મતદારોને ડુપ્લીકેટ PVC ઓળખકાર્ડ આપવા અંગેની કામગીરી CSC ને સુપ્રત કરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ કેન્દ્રો ખાતે સમય સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૦૫-૩૦ કલાક સુધીમાં PVC ડુપ્લીકેટ ઓળખકાર્ડ આપવાની કામગીરી કરવાની રહે છે. ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળો જિલ્લા કલેકટર કચેરી,મામલતદાર કચેરી ખાતે આવેલ મતદાર સહાયતા કેન્દ્રો,જન સુવિધા કેન્દ્રો પરથી જ મેળવવા તથા નિયત કરેલ રકમ રૂા.૩૦ થી વધુ ચુકવવાની રહેતી નથી.
તાપી જિલ્લાની બંને વિધાનસભા મતદાર વિભાગોમાં સમાવિષ્ટ ૬ તાલુકાઓ પૈકી ૧૭૧- વ્યારા ના વ્યારા તાલુકાના મતદારો માટે મામલતદારશ્રીની કચેરી વ્યારા, જિ.તાપી તેમજ ૧૭૨ નિઝર સોનગઢ તાલુકામા મામલતદારશ્રીની કચેરી,સોનગઢ જિ.તાપી ના CSC કેન્દ્રોને PVC ડુપ્લીકેટ ઓળખકાર્ડ કાઢી આપવા અધિકૃત કરવામાં આવે છે.
ઉપર મુજબના નક્કી કરવામાં આવેલ CSC કેન્દ્રો સિવાય અન્ય કોઈ જગ્યાએ ગેરકાયદેસર રીતે કોઈપણ ખાનગી/સંસ્થાઓ દ્વારા PVC ડુપ્લીકેટ ઓળખકાર્ડ કાઢી આપવામાં આવતા હોવાનું ધ્યાને આવે તો તેની જાણ તુરંત કલેકટરશ્રીની કચેરી,પોલીસ અધિક્ષકશ્રી,સબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ ,મામલતદારશ્રીઓ તાપી-વ્યારાની કચેરીને કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, તાપી વ્યારાની અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other