મરાઠા સેવા સંઘ દ્વારા તાપી જિલ્લા કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજકોટ રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીને માર મારવામાં આવ્યો હતો, અને પાછળ થી બે દિવસસ બાદ એ દર્દી નું મોટ થયું હતું, મહારાષ્ટ્રીયન સમાજના આ દર્દીના મૃત્યુ માટે જવાબદારો સામે સખ્ત કાર્યવાહી કરવા સમગ્ર ગુજરાત માં મહારાષ્ટ્રીયન સમાજએ કલેકટરને આવેદન પત્ર આપ્યા હતા જેના ભાગરૂપે તાપીમાં પણ આવેદન આપવામાં આવ્યું. એમાં જણાવ્યા મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રીયન સમાજના દર્દીને ડૉક્ટર અને સ્ટાફ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેમાં બે દિવસ બાદ મૃત્યુ થયું હતું જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં મરાઠા સેવા સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જે અંતર્ગત આજરોજ તાપી જિલ્લા કલેકટર કચેરીએ મરાઠા સેવા સંઘના હોદેદારો શિવશ્રી વિશ્વાસરાવ દેસલે (તાપી જિલ્લા પ્રમુખ), શિવશ્રી સુનીલભાઈ પાટીલ (તાપી-સુરત વિભાગીય પ્રમુખ), શિવશ્રી યોગેશ મરાઠા (સોનગઢ તાલુકા પ્રમુખ)  દ્વારા આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરાઈ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *