ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે આવેલા બોટોનીકલ ગાર્ડન અને ગીરાધોધ અનલોક-4ની ગાઇડ લાઇન મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લુ કરવામાં આવ્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કોરોના મહામારીને લઇ વધુ સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારીના ભાગ રૂપે ડાંગ જીલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલ બોટોનીકલ ગાર્ડન અને ગીરાધોધ જેવા જોવાલાયક પ્રવાસન સ્થળો પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકાયો હતો પણ સાત મહિનાનુ લોકડાઉન ખુલ્યા બાદ ડાંગ જીલ્લા ના પ્રાકૃતિક સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓ એ વિલા મોઢે પર ફરવાનો વારો આવી રહયો હતો પણ હાલ સરકારે જાહેર કરેલા અનલોક (૪) માં આપેલી છુટછાટ મુજબ સ્થાનિક તંત્ર એ ડાંગ જીલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસે આવતા સહેલાણીઓ ના હિત ને ધ્યાને રાખી વઘઇ નજીક આવેલા બોટોનીકલ ગાર્ડન અને ગીરાધોધ ને સ્થાનિક તંત્ર દ્વારા કોવિડ ૧૯ની ગાઇડલાઇનને અનુસરીને ખુલ્લુ કરવાની પરવાનગી મળતા બોટોનીકલ ગાર્ડન અને ગીરાધોધને સ્થાનિક પરિષરિય સમિતી દ્વારા શ્રીફળ વધેરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લુ કરવામાં આવ્યુ હતુ. જેને લઇ સહેલાણીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી જયારે હાલ ફેલાઇ રહેલા કોરોના સંક્રમણને પગલે તકેદારીના ભાગ રૂપે ગીરાધોધ અને બોટોનીકલ ગાર્ડન જેવા પ્રવાસન સ્થળો ની મુલાકાતે આવતા પ્રવાસીઓ ને સરકારની ગાઇડ લાઇન મુજબ ફરજીયાત માસ્ક પહેરવુ અને સોશિયલ ડીસ્ટનની લક્ષરેખાનુ પાલન કરવા માટે પરિષરિય સમિતા દ્વારા અપીલ કરવામાં આવી હતી.