તાપી LCBએ ચોરવાડ પાસેથી વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા : બે વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના ચોરવાડ ગામથી પસાર થતાં હાઇવે ઉપરથી નવાપુર થી કારમાં લઇ જવાતો વિદેશી દારૂ સાથે સુરતની એક મહિલા અને પુરુષને રૂપિયા 1,32,200 ના મુદ્દામાલ સાથે તાપી એલ.સી.બી.એ ઝડપી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે જે અંગે વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ, સોનગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાં નેશનલ હાઈવે 53 ઉપર તાપી જિલ્લા એલ.સી.બી. ગત રાત્રિએ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવાપુર તરફથી સફેદ ઇન્ડિકા કાર નંબર જીજે 5 AU 4567 ને અટકાવી તપાસ કરતા ચાલાક મહમદ રફીક મહંમદ સલીમ શેખ ઉંમર ૩૪ રહે.1/3174 હકીમ સરફરાજ સ્ટ્રીટ કાજીનુ મેદાન ગોપીપુરા સુરત શહેર તથા ખાતીજાબીબી ઉર્ફ સલમા ઉર્ફ મુની ઉર્ફ કાલી W/O મહેબૂબનબી શેખ રહે. ઘર નંબર 8/40 સુજાતા ખાન સ્ટ્રીટ મોટી મસ્જિદ સામે રાંદેર ટાઊન સુરત શહેર બંને એ નવાપુર ખાતે આવેલ એસ એમ વાઈન શોપમા કામ કરનાર ઈસમ (જેના પુરા નામ ઠામની ખબર નથી)ના પાસેથી પ્રોહી જથ્થો મેળવી હનીફ અન્નુ રહે. કોસાડ અમરોલી સુરતને વેચાણ કરવાના ઈરાદે પોતાના કબજાની ટાટા ઇન્ડિકા ગાડી નંબર જીજે 5 AU 4567 કી.100000/-મા વગર પાસ પરમિટ ભારતીય બનાવટનો દારૂ વિસ્કી તથા ટીન બિયરના બોક્સ નંગ 8 કુલ બોટલ નંગ 312 કુલ 40.320 લીટર કિંમત રુ 31,200 તથા મોબાઈલ નંગ બે કિંમત 1000 મળી કુલ રૂપિયા 1,32,200/-ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઈ જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ એ.એસ.આઇ. ભુપેન્દ્ર યશવંતરાવએ સોનગઢ પોલીસ મથકે કરતા બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.