૧૦૮ના EMT સેવા ભાવી સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા ગામના શ્રમિક પરિવારના ૨૬ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતા, ઉમરપાડાનાં સામૂહિક અરોગ્ય કેન્દ્ર માં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી ડોક્ટર દ્વારા તપાસ કરતા માતાની પિડા પ્રમાણે ગ્રેવીડા બીજી હતી એટલે કે મહિલાની બીજી વારની પ્રસુતિ હતી અને બ્રિચ પ્રેસન્ટેશન એટલે કે બાળક ઊંધું હોવાનું જણાતાં વધુ સારવાર માટે તેઓને ઝઘડિયા રીફર કરવામાં આવ્યાં હતાં, ઝઘડીયા રીફર કરવા માટે ઉમરપાડા ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને રાત્રી દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા EMT પ્રવીણભાઈ વાનોલ અને પાઇલોટ હિતેશભાઈ વસાવા ઘટના સ્થળ પર પ્રસુતિની પીડા સહન કરતી મહિલાને લેવા પહોંચી ગયા હતા. આ મહિલાને ઝઘડિયા હોસ્પિટલ ખાતે લઈ જતી વખતે વાડી ગામ પાસે પ્રસુતિની અસહ્ય પીડા શરૂ થતાં ૧૦૮ માં ફરજ બજાવતા EMT પ્રવિણ વાનોલએ તપાસ કરતા બાળકના હાથ બહાર દેખાતા EMT પ્રવીણભાઈ દ્વારા સતર્કતા વાપરી રસ્તામાં એમ્બ્યુલન્સ થોભાવીને ઉપલા અધિકારી ERCP ને જાણ કરી એમના માર્ગદર્શન હેઠળ ત્યાંજ દિલેવરી કરવાનો નિર્ણય લઈ, સફળ પ્રસુતિ કરાવી હતી ત્યારબાદ જરૂરી સારવાર આપીને નજીકના ઝંખવાવ ,રેફરલ હોસ્પિટલમાં માતા અને બાળકને સહી સલામત પહોંચાડવામાં આવ્યા હતા. અને ત્યાં હાજર માતાન પરિવાજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સના સેવાભાવી EMT સ્ટાફ પ્રવીણભાઈ વાનોલ અને પાઇલોટ હિતેશભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other