નિઝર તાલુકાના વેલ્દા ગામનાં પેટ્રોલ પંપ ઉપરથી ભેળસેળવાળુ પેટ્રોલ વેચાણ કરાતાં હોબાળો

(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ગાંધીનગર ફળિયાની બાજુમાં ઈંડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર આજે પેટ્રોલમાં પાણી આવી રહયું છે. 8 જેટલી મોટર સાઇકલમાં 200, 100 રૂપિયાનુ પેટ્રોલ ભરવામાં આવ્યું હતું, પરંતુ પેટ્રોલ પંપની આગળ મોટર સાઇકલ થોડી દૂર જઈને બંદ થઈ જતા વેલ્દાના બસ સ્ટેન્ડની બાજુમાં મોટર સાઇકલ ગેરેજ આવેલી છે ત્યાં મોટર સાઇકલની ગેરેજ વાળાએ પેટ્રોલની ટાંકી ખોલી ત્યારે ખબર પડી કે પેટ્રોની ટાંકીમાં પેટ્રોલની જગ્યા પર પાણી નીકળ્યું હતું. તરત જ વેલ્દા ગામના ગ્રામ ગ્રામજનોએ પેટ્રોલ પંપ ઉપર ગયા. પેટ્રોલ પંપ વાળાને પૂછવામાં આવ્યું તો જણાવ્યુ કે મને ખબર છે કે પેટ્રોલમાં પાણી આવે છે. વેલ્દા ગામના ઈંડિયન ઓઇલ પેટ્રોલ પંપમાં ખુલેઆમ હેરા ફેરી કરવામાં આવી રહી છે. બે વર્ષ અગાવ પણ આ પેટ્રોલ પંપમાં પેટ્રોલની જગ્યા પાણીનું વેચાણ કરવામાં આવ્યું હતું. લોકો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા જાય છે પરંતુ પેટ્રોલ પંપ વાળાએ તો હદ કરી નાખી પેટ્રોલની જગ્યા પાણી નીકળે છે !