ડાંગ જિલ્લામાં સુરત 108નો કર્મચારી અને આહવાના તબીબની પત્નીને કોરોના પોઝીટીવ આવતા આંક 88 પહોંચ્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં કોરોનાએ બે દિવસ ના વિરામ બાદ ફરી માથું ઉચકયું હતો ડાંગ જિલ્લાના બોરપાડા રહેતા અને સુરત 108માં ફરજ બજાવતા અને આહવા ના એક તબીબની પત્નીનો રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લાનો આંક 88 પર પહોંચ્યો છે.
ડાંગ જિલ્લામાં ગત અઠવાડીયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ બે દિવસનો વિરામ લીધો હતો મંગળવારે ફરી એક્ટિવ થયો હતો વઘઇ તાલુકાના બોરપાડા ખાતે રહેતો અને સુરત ખાતે 108 એમ્બ્યુલેન્સમાં કામ કરતો 33 વર્ષીય યુવાન સુરત થી આવી ટેસ્ટ કરાવતા એનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે આહવા ખાતે આવેલ સહયોગ સોસાયટીમાં રહેતા એક તબીબની પત્ની ઉ.વર્ષ 61 જેઓ દસેક દિવસ પહેલા વાંસદા ના ખડકાલા તેમના ગામ રહેવા ગયા હતા ત્યાંથી પરત ફરતા તેમનું ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આમ જિલ્લામાં મંગળવારે 2 કેસ પોઝીટીવ આવતા કોરોના પોઝીટીવ નો આંકડો 88 થયો છે. જ્યારે જિલ્લામાં હાલે એક્ટિવ કેસો 18 છે જયારે કોરોન્ટાઇન કરાયેલા લોકોની સંખ્યા 328 છે.