માંગરોળ તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં દરેક સદસ્યને છ લાખના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થવા આવી છે. ચૂંટણીપંચે બેઠકો જાહેર કરી દીધી છે. ત્યારે આજે તારીખ ૨૩મીના બુધવારે સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ જગદીશભાઈ ગામીતના પ્રમુખપદે સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી, બેઠકનો પ્રારંભ જેમનાં અવસાન થયા છે એમને બે મિનિટનું મૌન પાડીને કરવામા આવ્યો હતો.ત્યારબાદ ગત સભાની કાર્યવાહી વાચનમાં લઈ બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં ૧૫ માં નાણાંપંચની યોજના હેઠળ તાલુકા કક્ષાની ગ્રાન્ટ માટે કામોનું આયોજન કરવાની સતા પ્રથમવાર તાલુકા પંચાયતની સામાન્ય સભાને આપવામાં આવતા પ્રમુખ જગદીશભાઈ ગામીતે દરેક સદસ્યને પોતાના વિસ્તારમાં વિકાસ કામો માટે છ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્રણ દિવસમાં આ કામોનું આયોજન કરીને તાલુકા પંચાયત કચેરીને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. પ્રમુખશ્રી એ તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.બેઠકમાં સભ્યસચિવઅને TDO દિનેશભાઇ પટેલ, ઉમેદભાઈ ચૌધરી, મીનાક્ષીબેન મહિડા, મુકેશભાઈ ચૌહાણ, DGVCL ના નયનભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સદસ્યો, વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *