ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવીહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરેધીરે ખુલતા પ્રવાસીઓની ભીડ જામી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  કોરોના મહામારી વચ્ચે 7 મહિના લોકડાઉનમાં બંધ રહેલા ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવીહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરેધીરે ખુલતા પ્રવાસીઓની ભીડ જામી રહી છે.
મળતી માહિતી મુજબ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટી સહિત જોવા લાયક સ્થળોએ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે કોરોના મહામારી વચ્ચે સતત 7 મહિના લોકડાઉન રહેતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટ નોંધાયો હતો. ચોમાસા દરમિયાન સાપુતારા નું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ જોવા લાયક સ્થળો બંધ કરી દેવાયા હતા. હાલ કોરોના કાળમાં ગરીબ આદિવાસીઓ સંહિત હોટલ ઉધોગ ને થઈ રહેલ નુકશાન ને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પ્રવાસીઓના હિતને ધ્યાને રાખીને સાપુતારા ખાતે તબક્કાવાર જોવા લાયક સ્થળો સહિત એડવેન્ચર એક્ટિવિટી ને કોવિન્ડ19 ની ગાઈડલાઈન ને અનુસરી ખોલવાની પરવાનગી આપતા સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડતા લોકોની ધીરેધીરે ગાડી પાટા પર આવી રહી છે. સોમવારે સાપુતારા નું હાર્દ સમાન નૌકાવીહાર સાથે બાગ બગીચાને ખોલવાની પરવાનગી મળતા પ્રવાસી ઓમાં આનંદ ની લાગણી ફેલાઇ જવા પામી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other