બાલદા ગામે સ્મશાનગૃહના CC માર્ગનું ખાતર્મુહુત કરાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બારડોલી તાલુકાના બાલદા મુકામે બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઇ ચૌધરી દ્વારા પ્રથમ બાલદા મુખ્ય શાળામા ગેલવે નાઈઝના પતરા મુકાવ્યા, ગામમા પાણીની સુવિધા, માર્ગની સુવિધાબાદ હવે મુક્તિધામ બાલદા કે જેનો ઉપયોગ નજીકના સાદડી ગામ, બેડકુવાગામ કરે છે. જેના વિકાસ માટે તાલુકા પંચાયત, બારડોલીમાંથી નાણાં ફાળવી કંપાઉન્ડવોલ અને દરવાજાની કામગીરીબાદ મુક્તિધામ જવાના CC માર્ગનું ખાતમુહૂર્ત ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં ગામના સરપંચ જ્યોતિ બેન ચૌધરી, શાળાના આચાર્ય વિશ્વજીતભાઇ ચૌધરી, ભગીરથભાઇ, બિપિનભાઈ ચૌધરી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other