આહવા તાલુકાની યુવતી ઉપર ૫ દિવસ સુધી બળાત્કાર ગુજારનારા યુવકને એલ.સી.બી.એ ઝડપી પાડયો
(અર્જુન જાધવ દ્વારા, વાઘઇ) : વધઈ તા. 18 ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સાદળવીહીર ગામની એક યુવતીને જબરજસ્તી બાઈક પર બેસાડી રાત્રિ દરમિયાન ૫ દિવસ સુધી આહવા તાલુકાના ગોડલવિહીર ગામના એક યુવાને બળાત્કાર ગુજાયો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ જતાં ડાંગ એલ.સી.બી.એ તેને ભરૂચના ઝધડીયા તાલુકામાંથી પકડી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો હતો.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સાદળવીહીર ગામની એક ૨૬ વર્ષીય યુવતી તા.૧૯-૮-૨૦ના રોજ તેની બેનની છોકરી સાથે આહવા આવી હતી. અને ડાંગ દરબાર હોલની બાજુમાં આઈ.સી.ડી.એસ ની ઓફિસના ઓફિસના પગથિયાં ચડી રહી હતી ત્યારે જયેશ અશોકભાઈ પાટીલ ઉ.વ ૩૮ રહે ગોંડલવિહીર તા. આહવા જી. ડાંગ આવી તેનો હાથ પકડી બાઈક પર બેસવા માટે કહ્યુ હતુ . અને ન બેસે તો ત્યાં જ તેને બે ઈજજત કરવાની ધમકી આપી હતી જેથી યુવતી રડતાં રડતાં બાઈક પર બેસી ગઈ હતી અને જયેશ તેને સાંજ સુધી બાઈક પર ફેરવી રાત્રે વાંસદાની એક હોટલમાં રાત્રિ રોકાણ કરી તેનો મરજી વિરુધ્ધ સંભોગ કર્યો હતો અને બીજા દીવસે આવ્યો દીવસ બીજા ગામોમાં ફેરવી રાત્રે વાંસદા ખાતે બીજી હોટલમાં રાત્રિ રોકાણ કરી રાત્રે તેના પર તેની વિરુધ્ધ સંભોગ કરેલ અને ત્યાર બાદ તેને બાઈક પર સોનગઢ ખાતે લઇ ગયેલો અને ત્યાં પણ તેને શારિરીક સુખ માણેલ અને તે સમય દરમિયાન યુવતીને ગંદુ ખરાબ કરવા મજબૂર કરતો અને તેણે ના પાડતા યુવતી ને જોરથી બેડ પર પાડી દીધી હતી અને જો તું કોઈને આ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બીજા દિવસે ફરી કોઈ બીજી ગામ યુવતીને લઈ જતો હતો ત્યારે બાઈક ધીમી પાડતા યુવતી કુદી પડી હતી અને બુમાબુમ કરતા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને આથી જયેશ ભાગી ગયો હતો જ્યારે યુવતીઓ લોકોની મદદથી ડાંગ પહોંચી હતી. ત્યાર બાદ તેના પરીવારના ને યુવતી એ ધટનાથી વાકેફ કર્યા હતા પરંતુ પાછળથી ખબર પડી હતી કે જયેશ પાટીલ અનેક છોકરી સાથે બળાત્કાર કર્યો હતો. અને તેના વિરુધ્ધ સાપુતારા ખાતે બળાત્કારનો ગુનો નોંધાયેલ છે. જેથી જયેશ પાટીલને સબક શીખવાડવા યુવતી એ આહવા પોલીસ મથકે ૭-૯-૨૦ના રોજ ગુનો નોંધાવ્યો હતો આ ગુનો નોધાતા જયેશ પાટીલ ફરાર હતો જે ડાંગ એલ.સી.બી ને તેને શુક્રવારે ભરૂચ જિલ્લાના ઝુધડીયા તાલુકા માંથી પકડી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતો.