સોનગઢના ઘાંચીકુવા અને મોહપાડા ગામે કુપોષણ અને કોરોના જગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ

Contact News Publisher

(માહિતી બ્યુરો; વ્યારા)  : મહિલા સામખ્ય-તાપી દ્વારા તાજેતરમાં કૃષિવિજ્ઞાનના સહયોગથી સોનગઢ તાલુકાના ઘાંચીકુવા અને મોહપાડા ગામે કુપોષણ અને કોરોના જગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના ૭૦ જેટલા બહેનો અને આગેવાન ભાઈઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બહેનોને કોરોના અંગે સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવાની સાથે એક માસ્ક અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતુ. કૃષિવિજ્ઞાન કેન્દ્રના ડો.સી.ડી.પંડયા તથા ડો.આરતી સોની દ્વારા પોષણ આહાર, સિકલસેલ એનિમિયા તથા ખેડુતોને ઉપયોગી ખેતી વિષયક માહિતી આપવામાં આવી
આ દરમિયાન મોહપાડા ગામે કોરોનાથી બચવા માટેના ઉપાયો,રાખવાની સાવચેતી વિશે માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનોમાં કોરોના તપાસ બાબતનો ડર તથા ગેરસમજના કારણે કોઈપણ કોરોના ટેસ્ટ કરાવવા માટે તૈયાર ન હતા. વારંવાર આરોગ્ય વિભાગની સમજાવટ છતાં લોકો આગળ આવવા તૈયાર ન હતા. ત્યારે મહિલા સામખ્ય તાપીના કલ્સ્ટર રીસોર્સ પર્સન ગીરેશ્વરી ગામીત દ્વારા ગ્રામજનોને કોરોના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તથા બે પ્રકારના ટેસ્ટીંગ જેવા કે,આર.ટી. પ્રિમિયમ અને એન.ટી.જન વિશે સમજણ આપવામાં આવી.કોરોના તપાસથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે તથા અફવાથી ફેલાતી ગેરસમજને દુર કરવાની જરૂર છે. ગ્રામજનોમાં વિશ્વાસ ઉભો કરી ડર દુર કરવામાં આવ્યો તે પછી આ મોહપાડા ગામમાં ૨૫ વ્યક્તિઓએ કોરોના ટેસ્ટીંગ કરાવ્યા હતા. કાર્યક્રમમાં માહિલા સામખ્યના કાર્યકર્તા ગીતાબેન ચૌધરી, સેજલ કોકણી, વર્ષા ચૌધરી હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *