ડાંગ જિલ્લામાં એકજ પરિવારના 5 કેસ કોરોના પોઝીટીવ આવતા આંક 83 પર પહોંચ્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં કોરોના છેલ્લા બે દિવસ થી ધીમીગતિએ આગળ વધી રહ્યો હોય તેમ બુધવારે 5 કેસો નોંધાયા બાદ પોઝીટીવ નોંધાયેલા યુવાન ના પરિવારના 5 સભ્યો નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
ડાંગ જિલ્લામાં કોરોના ના કેસોનું સંકમણ વધવા લાગ્યો છે ઉત્તરોતર કોરોના ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે બુધવારે આહવા ખાતે વકીલ કોલોનીમાં રહેતા યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવેલ પરિવારના 5 સભ્યો ના સેમ્પલ લેવામાં આવતા તેમના પરિવારના 40 વર્ષીય યુવાન એક 10 વર્ષીય બાળક એક 63 વર્ષીય વૃદ્ધા અને એક 36 અને 40 વર્ષીય મહિલા નો રિપોર્ટ પોઝીટીવ આવતા તમામ ને આહવા ખાતે આવેલ કોવિડ કેયર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં ડાંગ જિલ્લામાં ગુરુવારે વધુ 5 કેસ નોંધાતા ડાંગ જિલ્લાનો કોરોના પોઝીટીવ આંક 83 પર પહોંચી ગયો છે જ્યારે હાલે જિલ્લામાં કુલ 14 દર્દીઓ એક્ટિવ છે અને 231 લોકો કોરોન્ટાઇન કરાયેલા છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના પ્રજાજનોને અનિવાર્ય કામ વગર ઘર બહાર નહિ નિકળવા સાથે સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્તપણે પાલન કરવા, વારંવાર પોતાના હાથ સાફ કરવા, અને ઘર બહાર નીકળવાનું થાય તો ફરજિયાતપણે ફેસ માસ્ક નો ઉપયોગ કરવાનો જિલ્લા વહીવટી તંત્રે અનુરોધ કર્યો છે.