વર્લ્ડ વીઝન ઈન્ડિયા દ્વારા વઘઇ તાલુકામાં રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વર્લ્ડ વીઝન ઈન્ડિયા એ.ડી.પી ડાંગ છેલ્લા સાત વર્ષ થી વઘઇ તાલુકાના ગામોમાં કાર્ય કરે છે જેમાાં મુખ્યત્વે બાળકોના આરોગ્ય (કુપોષણ), શિક્ષણ તથા બાળ સુરક્ષાને લગતા વિવિધ કાર્યો કરવામાં આવે છે. વર્લ્ડ વીઝન ઈન્ડિયા – એ.ડી.પી. ડાંગ તરફથી વઘઇ તાલકુાના ગરીબ પરિવારોને
રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવેલ હતું .લાભાર્થીની પસંદગીમાં ખાસ કરીને અનાથ બાળકો, માતા અથવા પિતા બે માથી એકજ હોય એવા બાળકો તથા શારીરિક ક્ષતિ ધરાવતા બાળકોના પરીવારો તથા અતિ ગરીબ અને કોરોના માહામારીમાં બેરોજગાર થયેલા પરિવારોને પ્રાધાન્ય આપવામાં આવેલ છે . પ્રત્યેક પરિવારદીઠ રાશન સામગ્રી જે-તે પરિવારની જરૂરીયાત પ્રમાણેની વસ્તઓ પુરી પાડવામાં આવી છે. જેમ કે ચોખા, ઘઉંનો લોટ, સીંગતેલ, દાળ,ગોળ, સાબુ વગેરેનો સમાવેશ થાય છે. આમ વઘઇ ખાતે વર્લ્ડ વિઝન ઈન્ડ્યા દ્વારા ૧૦૦૦ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમ દરમિયાન વર્લ્ડ વીઝન ઈન્ડ્યા તફથી બિનતી મેમ, શ્રી.સંદિપ સોની,
હેમંત ક્રિસચન , હાજર રહ્યા હતા.