ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોલવણ તાલુકાનાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં નેટવર્ક ન આવતા આવેદન પત્ર સોંપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોલવણ તાલુકાના મોબાઇલ નેટવર્ક ટાવર ચાલુ કરવા બાબતે ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનમાં જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં મોબાઈલ નેટવર્ક અત્યંત આવશ્યક છે ડોલવણ તાલુકાનો અંતરિયાળ જંગલ વિસ્તાર આવેલો છે. જેમાં સમાવિષ્ટ ગામો કમલ કુઈ આસોપાલવ, બામણીયા ધોળકા, હરીપુરા બરડીપાડા પીપલ વાડા થી રાયગઢ હલમુંડી, આમોનીયા સુધીનો વિસ્તાર આવેલો છે. ડોલવણ તાલુકાના જંગલની પૂર્વ પટ્ટીમાં ટાવરના હોવાને કારણે મોબાઇલ નેટવર્ક મળતું નથી. ડિજિટલ યુગમાં આઝાદીના ૭૪ વર્ષ વિત્યા છતાં પણ 19મી સદીનો જીવન જીવવા મજબૂર બન્યા છે. કોવીડ મહામારીના કારણે શિક્ષણ અને પરીક્ષાઓ ઓનલાઈન થઈ રહી છે નેટવર્કના કારણે વિદ્યાર્થીઓ અને સમસ્ત પ્રજા ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહી છે. હાલમાં જિયોના ટાવર કલમકુઇ અને પીપલવાડા ગામે છેલ્લા અઢી વર્ષથી ઉભા કરવામાં આવ્યા છે તેમ છતાં આજ દિન સુધી ચાલુ કરવામાં આવ્યા નથી. આ વિસ્તારના વિદ્યાર્થીઓ સમસ્ત પ્રજાની નેટવર્ક મળતું  થાય એ માટે સત્વરે કાર્યવાહિ કરી ટાવર ચાલુ કરવામાં આવે એવું આવેદન પત્રમા જણાવવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *