નિઝરનાં વેલ્દા ટાંકી પાસેથી પોલીસે વેગન આર ગાડીમાં ચોરખાનું બનાવી સંતાડેલ વિદેશી દારુ ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): નિઝર પોલીસ વેલ્દા ટાંકી ત્રણ રસ્તા ઉપર થી ફોર વ્હીલમાં સીટ નીચે ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારુ ઝડપી પાડ્યો : બે ઝડપાયા, બે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
નિઝર પોલીસ મથકે નોંધાયેલ ગુના મુજબ ગત રોજ ભાવેશભાઈ શાંતીલાલ ગુરજર તેમજ રાકેશભાઈ વંસતભાઈ દરજીએ સુઝુકી કંપનીની સીલવર કલરની વેગન આર ફોર વ્હીલ ગાડી નંબર GJ – 06 – DB – 8540 માં પાછળ બેસવાની સીટ નિચે ચોર ખાનું બનાવી જેમાં માસ્ટર બ્લેન્ડની 750ML વાળી બોટલ નંગ -૫૪ જેમા ૭૫૦ ML x ૫૪ = ૪૦ લીટર પ૦૦ ML ની કિ.રૂ .૨૮૦૦ / – નો મુદ્દામાલ છુપાવીને વગર પાસ પરમીટનો પ્રોહી મુદ્દામાલ હેરફેર કરતાં પોલીસનાં હાથે પકડાય ગયા હતાં. બને આરોપીઓ પાસેના મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૦૩,૦૮૦/- ઝડપી પાડયો હતો. આ મુદ્દામાલ હિરા વાઈન શોપ નંદુરબાર માંથી ખરીદ કરી નંદુરબાર – સેવા- ઘેલા ટાંકી થઈ ખાપરના રસ્તે થઈ ભરૂચ લઈ જનાર હતા. અને આ પ્રોહી મુદામાલ ઇમરાનભાઈ મહમ્મદ પટેલ રહે. મુ. પો.રહાડ તા.વાગરા જી.ભરૂચને પહોંચાડનાર હતા.
વિદેશી દારુ મંગાવનાર તથા વેંચનાર હિરા વાઈન શોપ નંદુરબારના કર્મચારીને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે. ગુનાની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ. એન. ઝેડ. ભોયા કરી રહ્યા છે.
ઝડપાયેલ બંને આરોપીઓનાં નામ સરનામા :
(1) ભાવેશભાઈ શાંતીલાલ ગુરજર રહે. ગોકુલધામ રેસી. નવા ટાવરા ભરૂચ જી. ભરૂચ.
(2) રાકેશભાઈ વંસતભાઈ દરજી રહે, રહાડ તા, વાગરા જી. ભરૂચ.
વોન્ટેડ આરોપીઓનાં નામ સરનામા:
(1) ઈમરાનભાઈ મહમદ પટેલ રહે. મુ. પો. રહાડ તા, વાગરા જી. ભરૂચ.
(2) હિરા વાઈન શોપ નંદુરબાર (મહા.)ના કર્મચારી