તાપી જિલ્લામાં આવતીકાલે સોનગઢ અને બાજીપુરા ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યુરો; વ્યારા) : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની બે યોજનાનું સવારે ૯.૦૦ કલાકે ઈ-લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં તા.૧૭/૦૯/૨૦૨૦ ના રોજ સવારે ૯-૦૦ કલાકે સોનગઢ ખાતે અગ્રવાલ સમાજ ટ્રસ્ટ હોલમાં સાંસદશ્રી વસાવા તથા વાલોડ તાલુકામાં બાજીપુરા ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫% સહાય આપવા હેઠળ મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવશે. તેમ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.આર. ચૌધરી દ્વારા જણાવાયું છે.