સુરત મહિલા સામખ્ય દ્વારા ઉમરપાડાના કદવાલી અને ચોરંબા ગામે આર્થિક તાલિમ શિબિર યોજાઇ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મહિલા સામખ્ય, સુરત દ્વારા “આર્થિક પગભર પેકેજ” અંતર્ગત ગ્રામ્ય કક્ષાની બહેનોને પગભર કરવાના ઉદ્દેશ્યથી ઉમરપાડાના કદવાલી અને માંડવીના ચોરંબા ગામે આર્થિક તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં કદવાલી ગામમાં વાટ સંસ્થાના પ્રિયકાંતભાઈ તથા ચોરંબા ગામના સરપંચ જશવંત ચૌધરીએ મહિલાઓને સમાજ અને ગામનો વિકાસ કેવી રીતે કરવો, તથા નાના ઉદ્યોગો શરૂ કરવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ગીતાબેન ભીમાણીએ કિચન ગાર્ડન બનાવી તેની કાળજી, અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં કિચન ગાર્ડન બિયારણની કિટસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.કુપોષણ માસની ઉજવણીના ભાગરૂપે વાનગી સ્પર્ધાયોજવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક બહેનોને ઈનામ આપાયા હતા. તાલીમમાં ૧૦ ગામની બહેનો સહભાગી થઈ હતી.