કુકરમુંડા તાલુકાના ગામોમાં દારૂ, જુગાર, વારલી, મટકાના ગેરકાયદેસર ચાલતિ પ્રવૃત્તિઓ બંધ કરવા આવેદન અપાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકામાં આજે તા.14/09/2020 ના રોજ ભીલીસ્થાન ટાયગર સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી કાળીને કુકરમુંડા તાલુકા સેવા સદન કુકરમુંડા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારણ કે ગત્ તા 29/08/2020 ના રોજ ભીલીસ્થાન ટાયગર સેના દ્વારા કુકરમુંડા તાલુકામાં અને કુકરમુંડા તાલુકાના ગામોમાં દારૂ, જુગાર, વારલી, મટકાના ગેરકાયદેસર ચાલતિ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવું આવેદન પત્ર કુકરમુંડા તાલુકાના મામલદારશ્રીને આપવામાં આવ્યું હતું અને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પણ તંત્ર દ્વારા ઢીલી કામગીરીના અભાવે આજ રોજ ધરણા પ્રદર્શન કરવામા આવ્યું અને જવાબદાર અધિકારીઓ દ્વારા મોખીકમાં બાહેંધરી આપવામાં આવેલ છે, કે 30 દિવસમાં કુકરમુંડા તાલુકામાં અને કુકરમુંડા તાલુકાના ગામોમાં દારૂ, જુગાર, વરલી, મટકાના ગેરકાયદેસર ચાલતી પ્રવ્રુતિઓને કાયમી બંધ કરવામાં આવશે. અને ભીલીસ્થાન ટાયગર સેનાના કુકરમુંડાનાં પ્રમુખ સમીરભાઈ નાઈક તરફથી 30 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે.