બીલીમોરા ખાતે બીલીમોરા/ ગણદેવી તાલુકા પ્રેસ ક્લબની રચના કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, બિલ્લીમોરા)  : બીલીમોરા વિશ્રામ ગૃહ ખાતે તારીખ 13 /9 /20ના રોજ સાપ્તાહિક અને પાક્ષિક ના તંત્રીઓ પત્રકારો અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ભેગા મળ્યા હતા, આ એક ઔપચારિક મુલાકાત બાદ તારીખ 14 /9 /20 ના સોમવારના રોજ સાંજે 4:00 કલાકે બીલીમોરા વિશ્રામ ગૃહ ખાતે તંત્રીઓ અને પત્રકારો દ્વારા બીલીમોરા ગણદેવી તાલુકા પ્રેસ ક્લબની રચના કરવામાં આવી હતી. જેની અંદર નવા પ્રેસ ક્લબના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી, જે હોદ્દેદારો ઉપક્રમે પ્રમુખ ભદ્રેશ એસ. રાણા ઉપપ્રમુખ તાર મહમદ એ. મેમણ અને ચંદ્રકાંત પી.ધૃમલ મંત્રી તરીકે સાજનસિંગ જી. લબાના અને અશોકભાઈ એન. જોશી તથા ખજાનચી તરીકે મુકેશકુમાર ડી. પાંડે તથા કારોબારી સભ્ય તરીકે પ્રભાકર ડી. પટેલ, અલ્પેશભાઈ એસ. કશ્યપ, હેમલકુમાર એ. પટેલ તથા કાયમી સભ્ય તરીકે સૌરભભાઈ એલ. પટેલની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રેસ ક્લબની રચના એટલા માટે કરવામાં આવી છે કે આ સાપ્તાહિક અને પાક્ષિકના તંત્રીઓ અને પત્રકારો જે સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે કે સ્થાનિક પ્રશ્નોને લઈને જ્યારે વાચા આ સમાચાર પત્રો આપે છે ત્યારે સ્થાનિક કચેરીઓ અને વહીવટીતંત્રને રજૂઆત કરી આ સંગઠન થકી લોકોના પ્રશ્નોને તથા સ્થાનિક પત્રકારોના પ્રશ્નોને સંગઠનની એકતા દ્વારા તેનું હલ લાવી શકાય, જેના માટે આ પત્રકાર સંગઠનની રચના કરવામાં આવી છે. જે આવનાર સમયમાં જે રીતે લોકોની સમસ્યાને વાંચા આપતા આવ્યા છે તેને આવનારા સમયમાં વધુ મજબૂત રીતે વાચા આપશે તથા તેની સાથે સાથે હાલના તથા ભવિષ્યમાં જોડાનાર નવા પત્રકારોને પણ તેમના પ્રશ્નોની વાચા આપી મજબૂતાઈથી તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *