રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની મુલાકાતે

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  આહવા : તા : ૧૦ : ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજ્યના ખૂબસૂરત ડાંગ જિલ્લાની મુલાકાતે પધાર્યા છે . ત્રણ દિવસની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીનું ગિરિમથક સાપુતારાના હેલિપેડ ઉપર ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું . રાજ્યપાલશ્રીએ તેમની મુલાકાતના પ્રથમ દિવસે ગિરિમથક સાપુતારાના સૌન્દર્યને નિહાળ્યું હતુ . તેમજ વધઇ ખાતેના બોટાનીકલ ગાર્ડનની મુલાકાત લઈ વનસ્પતિના વૈવિધ્યને પણ નિહાળ્યું હતું . આ મુલાકાત વેળા રાજ્યપાલશ્રીની સાથે લેડી ગવર્નરશ્રી પણ આ મુલાકાતમાં જોડાયા હતા . રાજ્યપાલશ્રીએ ડાંગ જિલ્લામાં ખેડૂતો રાસાયણિક કૃષિના વિકલ્પ તરીકે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવે અને જળ , જમીન તથા પર્યાવરણને દુષિત થતું અટકાવી ઝેરમુક્ત કૃષિ ઉત્પાદન મેળવે તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો . ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સાથે મુલ્યવર્ધન ક્ષેત્રે વિપુલ શક્યતાઓ હોવાનું પણ તેમણે આ વેળા જણાવ્યું હતું . પર્યટન માટેની વિપુલ શકયતા ધરાવતા ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેની અલાયદી બજાર વ્યવસ્થાઓ ઉપર ભાર મુકતા રાજ્યપાલશ્રીએ લુપ્ત થતી વન ઔષધિઓના જતન સંવર્ધન ઉપર લક્ષ કેન્દ્રિત કરી , મેડિકલ ટુરિઝમની વ્યાપક શકયતાઓ અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો . તેમણે ઔષધીય ઉત્પાદન તથા વેચાણમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની પણ આ વેળા હિમાયત કરી હતી . રાજ્યપાલશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા , પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા , નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી , પ્રાંત અધિકારી કાજલ ગામીત , સંયુક્ત માહિતી નિયામક શ્રી આર.આર.રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *