સાતપગલા ખેડૂત કલ્યાણ અને કિસાન પરિવહન યોજના અંતર્ગત સોનગઢ અને બાજીપુરા ખાતે કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૦ ઃ ગુજરાત રાજ્યના કૃષિ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાઓનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કરાયો હતો. ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાઓ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ સોનગઢ ખાતે સાંસદશ્રી વસાવાના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાનશ્રી ગુજરાત રાજ્ય કૃષિબજાર બોર્ડના ચેરમેનશ્રી રમણભાઈ જાનીની ઉપિસ્થતિમાં યોજાયો હતો.


બાજીપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય આધુનિક ટેકનોલોજી અને સંસાધનો અપનાવીને રાજ્યના ખેડૂતોએ વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું છે. સમગ્ર ભારતભરમાં ગુજરાતે ૧૦ ટકાથી વધુ જીડીપી મેળવી મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. જેમાં તાપી જિલ્લાનો પણ અમૂલ્ય ફાળો છે. તાપી જિલ્લાના કુલ વાવેતર વિસ્તાર ૧,૪૧,૭૦૫ હેકટર છે. જેમાં પિયત વિસ્તાર ૬૩,૪૯૬ હેકટર છે. અને ૭૩,૦૭૫ જેટલા ખેડૂત ખાતેદારો છે. તાપી જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે ડાંગર,શેરડી,જુવાર,તુવેર,ઉનાળુ મગફળી જેવા મુખ્ય પાકો વાવે છે.જ્યારે બાગાયતી પાકોમાં ભીંડા,પપૈયા,મરચી જેવા પાકો લેવામાં આવે છે. આ ખેડૂતો પશુપાલન નો પણ વ્યવસાય કરે છે.
ચાલુ વર્ષે ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ખેડૂતમિત્રો આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અમલમા; મુકવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ યોજનામાં સારા કૃષિ ઉત્પાદનો મળવા છતા કમોસમી વરસાદ,વાવાઝોડુ,અતિવૃષ્ટિ સમયે ખેડૂતોના પાકનુ નુકશાન થાય છે. આવા સમયે ખેડૂતને પાક સંગ્રહ ગોડાઉનની જરૂર પડે છે. આ યોજનામા; ખેડૂતને ખર્ચના ૩૦ ટકા અથવા રૂા ૩૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે બે હપ્તામાં ખેડૂતને ચૂકવવામાં આવશે. ૫લીન્થ લેવલની કામગીરી પૂર્ણ થયે રૂા.૧૫૦૦૦/- અને પાક સંગ્રહ સ્ટ્રકચર સંપૂર્ણ તૈયાર થાય ત્યારે રૂા.૧૫,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે. પૂર્વ મંજૂરી મળ્યેથી ૯૦ દિવસમાં બાંધકામ પૂર્ણ કરવાનુ રહેશે.


સોનગઢ ખાતે સાંસદસભ્ય ઍ જણાવ્યું હતું કે કૃષિ ઉત્પાદનના પરિવહન માટે ખેડૂતો સામાન્ય રીતે મુશ્કેલી વેઠે છે. કૃષ ઉત્પાદન બજાર સુધી પહોંચાડવા માટેની સરકારશ્રીની આ યોજના ખૂબજ લાભદાયી નિવડશે.કૃષિ ઉત્પાદન ના પરિવહન માટે મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેજ વાહન (૬૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા.) સુધીની ભારવહન ક્ષમતા ધરાવતા વાહનની ખરીદી માટે નાના સિમાંત,મહિલા,અનુ.જાતિ,અનુ.જન જાતિ ના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫ ટકા અથવા રૂા.૭૫,૦૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે અને સામાન્ય તેમજ અન્ય ખેડૂતોને ૨૫ ટકા અથવા રૂા.૫૦,૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે ખેડૂત લાભાર્થીને અપાશે.
તાપી જિલ્લાના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ૨,૨૭૧ લાભાર્થી ઓને ૬૮૧.૩૦ લાખની સહાય પૂર્વ મંજૂરી અને કિસાન પરિવહન યોજનાના ૧૧૦ લાભાર્થીઓને રૂા.૬૬ લાખની સહાય લેખે પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી.
કલેકટર શ્રી આર.જે.હાલાણીએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આપણું ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે આધુનિક પધ્ધતિ અપનાવીને આગળ વધી રહ્યું છે. ખાસ કરીને કૃષિ મહોત્સવ પછી ખેડૂતોએ પોતાની ખેતીમાં આમૂલ પરિવર્તન કર્યું છે.પહેલા ખેડૂત ચીલાચાલુ પધ્ધતિ વડે ખેતી કરતો તેથી ઉત્પાદન પણ નહીવત મળતુ હતું. પરંતુ આ કૃષિ મહોત્સવના કારણે આપણા ખેડૂતોને એક નવી ઓળખ મળી છે. આજે ખેડૂતો વિજ્ઞાનની સાથે નવા સંશોધનો અપનાવીને આધુનિક ખેતી કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના ચેરમેન શ્રી રમણભાઈ જાનીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે.અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોને પડખે રહે છે. ખેડૂતોના પાક નિષ્ફળ જાય ત્યારે તેમને વિમા કવચ દ્વારા નુકશાનીનું વળતર અપાય છે.
રાજ્ય સરકાર ના પોષણ અભિયાન હેઠળ મહાનુભાવો સહિત સૌએ પોષણયુક્ત બાલકો બની રહે તે માટે સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે સોનગઢ ખાતે નગર પાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ, સોનગઢ મામલતદાર ડી.કે.વસાવા,ચીફ ઓફિસર પૂર્વી પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષભાઈ ગામીત, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પી.આર.ચૌધરી, તથા બાજીપુરા ખાતે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, સહિત ખેડૂત ભાઈઓ અને બહેનો અને મહાનુભાવો સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other